1600 કરોડ રૂપિયામાં 23 માળનું બિલ્ડીંગ મહારાષ્ટ્ર સરકાર ખરીદશે તેવી આશા!!!
મુંબઈના નરીમન પોઇન્ટની શોભા વધારતું એર ઇન્ડિયા બિલ્ડિંગમાં હવે મહારાષ્ટ્રના પ્રધાનો બેસશે તેવી શક્યતા સેવાઇ રહી છે. નરીમન પોઇન્ટ ખાતે આવેલું એર ઇન્ડિયા બિલ્ડીંગ 23 માર્ચનું છે અને એર ઇન્ડિયા એ તેની ઓફિસ ફેબ્રુઆરી 2013માં નવી દિલ્હી ખાતે સ્થળાંતરિત કરી હતી અને હાલ આ બિલ્ડિંગમાં અત્યારે જીએસટી અને આવકવેરા વિભાગના અધિકારીઓ કાર્ય કરે છે. હાલ પ્રશ્ન ઉદ્ભવિત એ થયો છે કે વિવિધ મંત્રાલયના પ્રધાનો ખાનગી પ્રોપર્ટીમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે જો મહારાષ્ટ્ર સરકારને એર ઇન્ડિયા નું બિલ્ડીંગ ખાલી કબજે મળે તો તમામ મંત્રાલયના પ્રધાનો ને આ બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરી શકાય જેના માટે મહારાષ્ટ્ર સરકારે 1,600 કરોડ રૂપિયા આપવાની વાત પણ કરેલી છે.
1970 માં 99 વર્ષના ભાડા પટેલ એર ઇન્ડિયા નું બિલ્ડીંગ આપવામાં આવતું હતું અને વર્ષ 2018માં લોંગ લીઝ માટે ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા હતા. 4.99 લાખ સ્કવેર ફિટનો કાર્પેટ ધરાવતા આ બિલ્ડિંગમાં બે બેઝમેન્ટ અને ટંનલ આવેલી છે. એર ઇન્ડિયાના સંપર્ક સૂત્રનું માનવું છે કે આ બિલ્ડીંગની વેલ્યુ 2000 કરોડની છે જ્યારે મહારાષ્ટ્ર સરકાર 1100 થી 1200 કરોડ રૂપિયાની વેલ્યુએશન કરી રહ્યું છે. બીજી તરફ સ્ટેટ ગવર્મેન્ટે એર ઇન્ડિયા પાસેથી બાકી લેણા લેવાનું પણ બાકી છે.
વર્ષ 2021માં પણ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ એ આ બિલ્ડીંગ ને ખરીદવા માટે 1450 કરોડ રૂપિયાની રકમ ઓફર કરી હતી જે બાદ ફરી આ રકમને વધારી 1600 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર ગવર્મેન્ટ જો એર ઇન્ડિયાનું બિલ્ડીંગ ખરીદશે તો તેના તમામ મંત્રાલયો ને આ બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરવામાં આવશે જેના માટે મહારાષ્ટ્ર સરકારે ખાલી કબજો લેવા માટેની એકમાત્ર સરત મૂકી છે.