- સાંસદ બન્યા બાદ પરષોત્તમ રૂપાલાએ પ્રથમવાર જિલ્લા પંચાયતમાં કચેરીની
- મુલાકાત લીધી, પદાધિકારીઓ-અધિકારીઓ પાસેથી વિવિધ માહિતીઓ મેળવી
- કેન્દ્રીય મંત્રી પદ કપાયા અંગે રાજકોટના સાંસદની પ્રતિક્રિયાઓ
ભાજપના સાંસદ પરશોત્તમ રૂપાલાએ આજે ,જિલ્લા પંચાયતમાં સાસંદ બન્યા બાદ પહેલીવાર બેઠક યોજી હતી. ડીઆરડીની મીટીંગ ને લઈ ને વિકાસના કામને લઈ ને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠકમાં હાજર રહ્યાં હતા. વિકાસના કામો યોગ્ય રીતે હાય તેની ચકાસણી કરવા માટે આવ્યો તેમજ રૂપાલાએ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગના નવનિર્માણ અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.રાજકોટ સાંસદ તરીકે સક્રિય થયા હતા પરસોતમ રૂપાલા.
પત્રકારો દ્રારા રૂપાલાને મંત્રી પદ કપાયુ તેને લઈ પૂછવામાં આવ્યું તો તેમનુ કહેવુ છે કે,મંત્રીપદ આપવા કે ના આપવા તેના કારણ હોતા નથી.પક્ષ અને ઙખનો નિર્ણય યોગ્ય છે.તેમના નિર્ણયને હું સ્વાગત કરું છું.સાંસદ બન્યા બાદ પહેલીવાર રાજકોટ આવ્યા પરશોત્તમ રૂપાલા.આ વખતે લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં મંત્રી પદે રહેલા પરશોત્તમ રૂપાલા ચૂંટણી લડતા હતા પરંતુ, એનડીએ સરકાર 3.0માં તેમનું પત્તુ ધાર્યા મૂજબ કપાઈ ગયુ છે. ત્યારે બીજી તરફ ભાવનગરના વતની અને પોરબંદરથી ચૂંટાયેલા મનસુખ માંડવિયાને સતત બીજી ટર્મમાં કેબીનેટ મંત્રી પદ મળવા ઉપરાંત ભાવનગરના જ નીમુબેન બાંભણીયાનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થતા ભાવનગરનું કદ બમણું વધી ગયું છે
રૂપાલાને ક્ષત્રિય સમાજનો વિરોધ ઉપરાંત ટીઆરપી ગેમઝોનનો અગ્નિકાંડ પણ નડી ગયો છે. આ બન્નેમાં રૂપાલા ઉપરાંત રાજકોટ ભાજપના નેતાઓ પણ વામણાં પૂરવાર થયા છે. ક્ષત્રિય વિરોધ જાગ્યો ત્યારે રાજકીય સમજદારી દાખવીને તે વિરોધ સમેટાવવાના પ્રયાસોને બદલે ગોંડલમાં સંમેલન યોજીને ત્યાં ક્ષત્રિયોને ધમકીભરી ભાષામાં ધરાર સમાધાનની વાત થતાં વિરોધ વધુ પ્રસર્યો હતો. તો રાજકોટમાં રૂપાલા અગ્નિકાંડ જેવી અત્યંત દર્દનાક ઘટના છતાં સ્થળ ઉપર કે સિવિલ હોસ્પિટલમાં ઘટનાના ત્રણ દિવસ સુધી ફરક્યા ન હતાં અને અસરગ્રસ્તોના ઘરે પણ ગયા ન હતા. કારણોસર મંત્રી પદેથી પદ કપાયું હોય એવું બની શકે કરવામાં આવ્યા હતા
મોદી સરકાર 3.0માં મંત્રીમંડળમાં ગુજરાતમાંથી છ સાંસદોને મંત્રીપદે સ્થાન મળ્યુ છે જેમાં અમિત શાહ,મનસુખ માંડવિયા, એસ.જયશંકર, જે.પી.નડ્ડા, સી.આર પાટીલ અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે. અમિત શાહ,એસ જયશંકર અને મનસુખ માંડવિયાને સતત બીજી વાર મોદી સરકારમાં મંત્રીપદ મેળવી શક્યા છે.