ગુજરાતમાં ૧૨,૦૦૦ જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે,એવું પંચાયત રાજય પ્રધાન જયંતીભાઈ કવાડિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર સો એ સો ટકા જગ્યા ભરાશે અને ગામડાંમાં છેક છેવાડાના માણસો સુધી રાજ્ય સરકારની તમામ યોજનાઓના લાભો ઝડપથી પહોંચશે. અરવલ્લી જિલ્લામાં અત્યારે ૬૭ જગ્યાઓ ખાલી છે, પરંતુ આ જગ્યાઓ ભરવા માટેની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને ખૂબ જ નજીકના ભવિષ્યમાં આ જગ્યાઓ ભરવા માટેના ઓર્ડર અપાઈ જશે.

કવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કર્યું છે, પરંતુ જ્યાં પણ જ્યારે પણ જરૂર જણાશે ત્યાં તાત્કાલિક નિમણૂક કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.