સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત કાલાવડ તાલુકાની કાલાવડી નદીની સફાઇ, પીપળીયા ગામે તળાવ ઉંડુ ઉતારવાનું કામ, જશાપર ગામ ખાતે ચેકડેમને ઉંડુ ઉતારવાનું કામતેમજ ખડધોરાજી ખાતે ચેકડેમને ઉંડુ ઉતારવાના કામગીરીનું રાજ્યના કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ નિરિક્ષણ કર્યુ હતુ.
મંત્રીશ્રી સૌપ્રથમ કાલાવડ તાલુકાની કાલાવડી નદીમાંથી બે જેસીબી મશીન દ્વારા થઇ રહેલ ઝાડી, ઝાંખરા, કચરાની સફાઇ કામગીરીની જાત મુલાકાત લીધી હતી અને વધુ સારી કામગીરી માટે તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ માર્ગદર્શન આપ્યુ હતુ. પીપળીયા ગામના તળાવને ઉંડુ ઉતારવા એક જેસીબી મશીન અને બે ટ્રેકટર દ્વારાપૂર ઝડપેખોદાણ કામગીરીચાલતી હતી.ત્યારબાદ જશાપર અને ખડધોરાજી ખાતે ચેકડેમને ઉંડા ઉતારવાની કામગીરીનું મંત્રીશ્રીએ નિરિક્ષણ કર્યુ હતુ અને ગામના ખેડુતોનેજળ અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com