સુપ્રસિદ્ધ પાટણવાવ ઓસમ ડુંગર ખાતે માત્રી માતાજીની ભવ્ય રવાડીનું અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાએ ફૂલહારી સ્વાગત કર્યુ હતું તેમજ માતાજીને નત મસ્તક વંદન કર્યા હતાં. ત્યારબાદ મહંત જયવંતપુરી ગુરુ રમેશપુરીનું હાર પહેરાવી તેમનું અભિવાદન કરી મંત્રી જયેશભાઈએ ત્રિદિવસીય મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
માત્રી માતાજીની દિવ્ય રવાડી નગરમાંથી પસાર થતા ભક્તજનો દ્વારા ધજા-પતાકા લહેરાવી મ્યુઝિકની ધૂન અને રાસ ગરબાની રમઝટ સાથે આ રવાડી પવિત્ર ઓસમ ડુંગર પર માત્રી માતાજીના મંદિરે પૂર્ણ થશે.
મંત્રી જયેશભાઇ રાદડિયાએ સર્વ નગરજનોને આ મેળાનો લાભ લેવા અત્રે અનુરોધ કર્યો હતો. મેળાના પ્રારંભે મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો ઉમટી પડયા હતા. બાસુરીના સુરીલા મધુર અવાજ અને ચગડોળમાં હિલોળા લેતા બાળગોપાલની કિકિયારીઓી સમગ્ર મેળાનું વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું હતું.
મેળાના પ્રારંભે પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જામકંડોણા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ વિઠ્ઠલભાઈ બોદર, ધોરાજી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ રણછોડભાઈ કોયાણી, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ માધવજી પટેલ, આશિષભાઈ કોયાણી, ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરકીશનભાઈ માવાણી, સરપંચ રેખાબેન ગીરીશભાઈ પેાણી, ગ્રામ પંચાયતના સભ્ય ભારાઈ મુકેશભાઈ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.