વિસ્તારવાસીઓ દ્વારા વિભાવરીબેન દવેનું સન્માન કરાયું

ભાવનગર મહાનગરના સુભાષનગર વિસ્તારના હરિરામનગરમાં લાંબા સમયથી પડતર એવા કોમનપ્લોટની દિવાલના પ્રશ્નનો વ્યવહારૂ ઉકેલ લાવીને દિવાલનું નિર્માણ શક્ય બનાવવા બદલ હરિરામનગરના રહીશોએ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેનું સન્માન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સુરક્ષાની બાબતને હંમેશા પ્રથમ પ્રાધાન્ય આપે છે ત્યારે વિસ્તારની મહિલાઓએ માગણી કરેલ કે અમારા ખર્ચે અમે દીવાલ બનાવવા માંગીએ છીએ પણ માથાભારે તત્વો એ કામ કરવા દેતા નથી ત્યારે વિભાવરી બેને જણાવેલ કે કોઈ વ્યક્તિ થી ગભરાયા વગર દીવાલ બનાવો. કોણ રોકે છે હું બેઠી છું કોઈ પોતાના કોમન પ્લોટમાં દીવાલ બનાવે તો અન્ય સોસાયટી વાળા જેને અહીં કોઈ હક્ક નથી એ દખલગીરી કરે એ યોગ્ય બાબત કહી શકાય નહીં.આમ આ કામની કાયદેસરતા જોઈ વિભાવરીબેને સોસાયટીનો નાનો પણ લાંબા સમયનો પ્રશ્ન દુર કર્યો તેથી લોકોએ તેમનો આભાર માનવા કાર્યક્રમ રાખેલ અને આ કામમાં મહિલાઓની સુરક્ષા માટે મદદરૂપ થવા બદલ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, દેવાભાઈ, વાસુદેવભાઈ વિગેરેનો પણ સોસાયટીના લોકોએ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરેલ.

આ અવસરે વિભાવરીબેને કહ્યું કે ગુજરાતની સરકાર તથા ભાવનગર મહાનગરપાલિકા વિકાસની રાજનીતિમાં વિશ્વાસ ધરાવે છે. સુરક્ષા-સુખાકારી અને સુવિધાનો ત્રિવેણી સંગમ રચીને જનજીવનને વધુ સુખમય બનાવ્યું છે.વિસ્તારના રહીશો સહિત સૌ લોકો વચ્ચે સંકલનનો સેતુ રચીને આગળ વધવામાં આવે તો વિકાસના ધાર્યા પરિણામ નિશ્ચિતપણે પ્રાપ્ત થઈ શકે છે.

આ અવસરે વિભાવરીબેને આવનારા સમયમાં લોકવિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે લોકોને સામુદાયિક વિકાસના કોઇ પણ પ્રશ્ન માટે શક્ય તમામ મદદ અવશ્યપણે પ્રદાન કરાશે. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ સહિત સ્થાનિક વિસ્તારના આગેવાનો સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.