મંત્રી મેરજાએ ગૃહિણીઓને ચુલા ફુંકવાની પરેશાનીમાંથી મુકિત આપવાની કામગીરીને બીરદાવી
અબતક,ઋષી મહેતા, મોરબી
મોરબી-માળીયા(મીં) ના કુંભારીયા ગામે મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જુદા જુદા પાંચેક ગામની ગૃહિણીઓને ભારત સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત રાંધણ ગૈસના સિલિન્ડર અને ચૂલા અર્પણ કર્યા આ તકે માન. વડાપ્રધાન નરેન્દ્રબાઈ મોદીએ રાધવામાં ગૃહિણીઓને ચુલા ફૂંકવાની પરેશાનીમાંથી મુક્તિ અપાવવાની કામગીરીને બિરદાવી હતી. મોરબી માળીયા(મીં) વિસ્તારમાં રસ્તા, સિંચાઈ, વિજળી અને પાણી-પુરવઠા સહિતના વિકાસ કાર્મી અન્વયે રાજ્ય મંત્રીનું વિવિધ ગામના આગેવાનોએ બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને સહકારી અગ્રણીશ્રી મગનમાઈ વડાવીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રોહીશાળાને અલગ સહકારી મંડળી આપવાની જાહેરાત કરી હતી. ગામના સરપંચ કાંતિભાઈ દેત્રોજા, તાલુકા પંચાયત ઉપ-પ્રમુખ સવજીભાઈ કારેલીયા વિગેરેએ મંત્રી બ્રિજેશ મેરજાનું ઢોલ, નગારા અને ત્રાસાથી ભવ્યથી અતિભવ્ય સ્વાગત કર્યું હતું. આ તકે મોરબી-માળીયા(મીં) પંથકના 600 થી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સમુહ પ્રસાદ પણ આરોગ્યો હતો.
મોરબી નગરપાલિકા ઉપ-પ્રમુખ જયરાજસિંહ જાડેજાએ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ કરેલ પરિણામ લક્ષી કામગીરીને જાહેરમાં બિરદાવી હતી. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્ય સરકારમાંથી મોરબી પંથક માટે રૂ.1500/- કરોડ જેટલા વિકાસ કામો રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા લાવ્યા, એ આપણા સૌ માટે ભારે મોટું ગૌરવ ગણાય. આવનારા દિવસોમાં પણ ભાજપ સરકાર બનવાની હોઈ, ભાજપ વિકાસનો પર્યાય બની ગયો હોઇ લોકોનું સમર્થન માંગ્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઇ રાઠોડ દ્વારા માળીયા(મીં) તાલુકાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત કુંભારીયાને લેખાવી હતી. જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલે માળીયા(મીં) તાલુકામાં થયેલા વિકાસને આવકાર્યો હતો. જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક જયંતિભાઈ પડસુંબીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઇ અંદરપા, મોરબી તાલુકા પંચાયત સભ્યઓ, સહકારી આગેવાનો તથા સંગઠનના હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પંથકના અગ્રણી આર.કે.પારેજીયા, જિલ્લા પંચાયત સભ્યશ્રી, કેતનભાઇ વિડજા, તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, મહામંત્રી અરજણભાઇ હુંબલ તથા પ્રવિણભાઇ અવાડીયા, વેજલપર ગ્રામ પંચાયત સરપંચ હરેશભાઇ સહિત માણાબા, વાધરવા, ખાખરેચી, જુના ઘાંટીલા વિગેરે ગામોના સરપંચશ્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.