ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવના દર્શન પૂજા અર્ચના કરી ગુજરાતના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ગૃહ મંત્રીએ તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવની મહાપુજા અભિષેક અને ધ્વજા પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
પુજા વિધી બાદ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્મૃતિચિન્હ અર્પણ કરી ગૃહત્રીનું સ્વાગત કર્યું હતું.
ગૃહમંત્રીએ અધિકારીઓ/પદાધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું
હતું. ત્યારબાદ ગૃહમંત્રીએ સાગરદર્શન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ ગૃહમંત્રીની સાથે પુર્વ મંત્રી જશાભાઇ બારડ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પુર્વ બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, કે.સી.રાઠોડ, જૂનાગઢના રેન્જ આઇ.જી મનીન્દર સિંઘ પવાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીએ પણ વૃક્ષારોપણ કરી સહભાગી થયા હતા. ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.