- ગૃહમંત્રી હર્ષ સંઘવી બન્યા ‘અબતક-સુરભી’ના અણમોલ અતિથી: ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે કરી વિસ્તૃત ચર્ચા
અર્વાચિન રાસોત્સવમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાસવીરોની પ્રથમ પસંદગી બની ગયેલા ‘અબતક-સુરભી’ રાસોત્સવમાં ગુજરાત સરકારના યુવા ગૃહ રાજય મંત્રી હર્ષભાઈ સંઘવી અણમોલ અતિથી બન્યા હતા તેઓએ રાજકોટના સર્વશ્રેષ્ઠ આયોજનની સરાહના કરી હતી વિવિધ સ્ટેપ સાથે માતાજીની આરાધના કરી રહેલા ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે રાસોત્સવ સહિતના વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી ‘અબતક’ સાંધ્ય દૈનિકનું પણ રસપૂર્વક વાંચન કરી રાસોત્સવની સાથોસાથ ‘અબતક’ના પ્રજા લક્ષી અભિગમની પ્રશંસા કરી હતી.
રાજયમા ગુનાખોરી સહિતની તમામ અસામાજીક પ્રવૃત્તિઓને ડામી દેવા માટે સતત ગૃહ વિભાગને સતર્ક રાખતા ગુજરાત સરકારના યુવા ગૃહરાજય મંત્રી હર્ષભાઈ સંઘવી ગઈકાલે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરની મૂલાકાતે આવ્યા હતા. તેઓએ અર્વાચીન રાસોત્સવમાં નંબર 1નું બિરૂદ હાંસલ કરી ચૂકેલા ‘અબતક-સુરભી’ રાસોત્સવની મુલાકાત લીધી હતી ‘અબતક-સુરભી’ના આંગણે ગૃહ રાજય મંત્રી હર્ષભાઈ સંઘવીનું આગમન થતાની સાથે જ રાસવીરોનો ઉત્સાહ સાતમા આસમાને પહોચી ગયો હતો.
ખેલૈયાઓ માટેની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા, તમામ સરકારી નિયમોનું પૂર્ણ પણે પાલન, સર્વોત્તમ સાઉન્ડ સિસ્ટમ, ઉચ્ચકોટીના ગાયક કલાકારો, શ્રેષ્ઠ ગ્રાઉન્ડ અને પ્રાચીન ગીતો થકી થતી માતાજીની આરાધના જેવા વિવિધ જમા પાસાઓની સરાહના કરી હતી ‘અબતક’ સાંધ્ય દૈનિકનું રસપૂર્વક વાંચન કર્યું હતુ. સમાચારોને મૂલવવાની કળાની પણ પ્રશંસા કરી હતી. ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી સાથે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વીનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઈ દવે, મેયર નયનાબેન પેઢડિયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને પક્ષના દંડક મનિષભાઈ રાડિયા ઉપસ્થિત રહ્યા હતા.