ગુજરાત પોલીસ ગમે તે પરિસ્થિતીને પહોંચી વળવા સક્ષમ: પોલીસની કુનેહ, નિષ્ઠા અને નિડરતાના કર્યા વખાણ
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ખાસ ઉપસ્થિત રહેલા રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત અને રાજકોટ પોલીસની કામગીરીને બિરદાવી પસંશા કરી હતી.ગુજરાત પોલીસ ગમે તે પરિસ્તિતીને પહોચી વળવા માટે સક્ષમ છે એટલું જ નહી પણ પોલીસની કુન્હે, નિષ્ઠા અને નિડરતાના વખાણ કર્યા છે.
રાજકોટ પોલીસ હેડ કવાર્ટરથી નિકળેલી તિરંગા યાત્રામાં જોડાયેલા ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાષ્ટ્રીય શાળા સુધી તિરંગા યાત્રા સાથે રહ્યા હતા.
ત્યાર બાદ કલેકટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પોલીસની કામગીરીને શ્રેષ્ટ ગણાવી હતી. જેમાં તાજેતરમાં રાજકોટ પોલીસે લૂંટરા ગેંગ ઝેર કરવા પોતાની જાનની બાજી લગાવી હતી.
પોલીસે ફાયરિંગ કરી લૂંટના ગુનામાં સંડોવાયેલા છ શખ્સોને ઝડપી લેવા બદલ એસઓજીની ટીમે રાજકોટ પોલીસનું ગૌરવ વધાયું છે.
એસઓજીના પીએસઆઇ સહિત ચારને ગૃહ રાજ્યમંત્રીએ સન્માનિત કર્યા
શહેરના અમીન માર્ગ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં બિલ્ડરના મકાનને નિશાન બનાવી ધાડ પાડવા આવેલી દાહોદ પંથકની સશસ્ત્ર ગેંગનો એસઓજીની ટીમે સામનો કરી ઝડપી લીધી હતી. એસઓજીની પોલીસની સતર્કતા સાથેની જવા મર્દ કામગીરીની ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પસંશા કરી એસઓજી પી.એસ.આઇ. ડી.બી.ખેર, એએસઆઇ રવિભાઇ વાંક, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા અને હેડ કોન્સ્ટેલ કિશનભાઇ આહિરને પસંશા પત્ર આપી સન્માનિત કર્યા છે. એસઓજી પીએસઆઇ ખેર જયપુર ખાતે ટ્રેનિંગમાં હોવાથી તેમના વતી સન્માન પત્ર પી.આઇ. જે.ડી.ઝાલાએ સ્વીકાર્યુ હતું.
ક્રાઇમ બ્રાન્ચના સર્તક, સમર્થ અને સશકત લોગોનું કરાયું અનાવરણ
કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સર્તક, સમર્થ અને સશક્ત રહેવું પડતું હોય છે. આ ત્રણેય શબ્દના સમાવેશ સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરાયેલા લોગાનું ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અનાવરણ કર્યુ ત્યારે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, તમામ એસીપી અને પીઆઇ સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાન્ચના લોગાનું અનાવરણ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને અભિનંદન પાઠવી, રીઢા ગુનેગાર સામે સશક્ત અને મજબુતાય સાથી કાર્યવાહી કરો, સાથે સાથે સામાન્ય નાગરિકની ભુલ થઇ હોય ત્યારે તેમને સાચી દિશામાં પાછા વાળી પોલીસ યોગ્ય દિશામાં આગળ વધે તેવી અપીલ કરી છે.