કોરોના મહામારીમાં જામનગર ખાતે હાલ અનેક સેવાકીય સંસ્થાઓ લોકોને જમાડીને કે ફૂડપેકેટ કે રાશનકીટ  આપી લોકોની મુશ્કેલીઓ નિવારવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ જામનગરના વિવિધ સેવાકીય સંસ્થાનોની મુલાકાત લીધી હતી. જેમાં વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમ દ્વારા ચલાવવામાં આવતા રસોડાની મુલાકાત લીધી હતી અને તેના દાતા  રાજેનભાઇ જાનીને અભિનંદન આપ્યા હતા.વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમ દ્વારા રોજ ૫૦૦ લોકોને બંને સમય જમાડવામાં આવે છે.

METER 3 2

આવું જ સેવાનું કાર્ય કરતા જામનગરના શાંતિ હોટલની મુલાકાત લઈ મંત્રીએ તેની ભોજન વ્યવસ્થા નિહાળી હતી. શાંતિ હોટલ દ્વારા દરેડના શિવમ સર્કલ, અને એટલાસ સર્કલ તેમજ ઠેબા ચોકડી વિસ્તારના રોજ આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા લોકોને જમાડવામાં આવે છે.

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા દ્વારા આ સેવાકર્મીઓની કામગીરી નિહાળી આ કપરા સમયમાં લોકોને મદદરૂપ થવાની તેમની ભાવનાને બિરદાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.