ગ્રીન લેન્ડ ચોકડીથી સવારે યાત્રાનો થશે શુભારંભ: વિધાનસભા 68 વિસ્તારમાં મંત્રી લેશે લોકોના આશિર્વાદ: ઠેર-ઠેર સામાજીક, શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા સન્માન કરાશે
રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રી અરવિંદભાઈ રૈયાણીની આવતીકાલે રાજકોટમાં જન આશિર્વાદ યાત્રા યોજાશે. સવારે ગ્રીન લેન્ડ ચોકડી ખાતેથી યાત્રાનો શુભારંભ થશે જે વિધાનસભા-68 વિસ્તારમાં ફરશે. હુડકો બસ સ્ટોપ નજીક ખોડીયાર હોટલ પાસે યાત્રાનું સમાપન થશે. સમગ્ર યાત્રા દરમિયાન વિવિધ સામાજીક, સંસ્થાઓ, સેવાકીય સંસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા મંત્રીનું સન્માન કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવ્યું છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ્ા સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને ભાજપા સરકાર દ્વારા કરાયેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશિર્વાદ મેળવવા માટે આ ‘જન આશિર્વાદ યાત્રા’નું આયોજન કરાયેલ હોય તે અંતર્ગત રાજકોટ ખાતે રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણીની ‘જન આશિર્વાદ યાત્રા’ કાલે યોજાનાર હોય આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવેલ છે
ત્યારે રાજકોટ મહાનગર ખાતે આ જન આશિર્વાદ યાત્રામાં સુચારૂરૂપે સંચાલન, હેતુ, વ્યવસ્થા જાળવવી, માર્ગમાં યાત્રાનું સન્માન, પુજા, સ્વાગત અને જનમાનસ સુધી પહોંચે તે માટે સુપર્બ આયોજન કરવામાં આવેલ છે ત્યારે જન આશિર્વાદ યાત્રા સમગ્ર રૂટ ઉપર વિવિધ સેવાકીય, સામાજીક, શૈક્ષ્ાણિક સંસ્થાઓ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત અને સાંસ્કૃતીક કાર્યક્રમોના સથવારે ડી.જે, બેન્ડની સાથે દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજશે.
ત્યારે રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણીની જન આશિર્વાદ યાત્રા સવારે 10:00 થી ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી પ્રારંભ થઈ ફોર્જ એન્ડ ફોર્જ સામે, ટ્રુ વેલ્યુ શોરૂમ પાસે, કુવાડવા રોડ ખાતે સ્વાગત કરાશે.
ત્યારબાદ શીવપરા ચોક, ડી માર્ટ મોલ સામે નાગબાઈ પાન પાસે, 80 ફુટ રોડ સામે, રણછોડદાસજી આશ્રમ સામે, રણછોડનગર સોસાયટી શેરી નં.7 કોર્નર, નાગરીક બેન્ક ચોક, બેડીપરા, ખાદી ગ્રામોદ્યોગ ભવન, ચારબાઈ પીપર પાસે, પટેલ વાડી પાસે, પેડક રોડ, જીલ આઈસક્રીમ પાસે, દીનેશ પાન પાસે, બાલક હનુમાન ના મંદિર પાસે, પેડક રોડ, ગોવિંદબાગ શાક મારકેટ પાસે, ગોવિંદબાગ મેઈન રોડ, રાંદલ ભેળ પાસે જલગંગા વોટર સપ્લાય, સંત કબીર રોડ, સરદાર પટેલ વિદ્યાલય, જીનીવા ડાઈંગ સામે, પારૂલ કોમ્પલેક્ષ્ા સામે, સંત કબીર રોડ કે.ડી. ચેમ્બર્સ શાળા નં.13 પાસે, પૂર્વ ઝોન ઓફીસ સામે, ભાવનગર રોડ,રાજમોતી મીલ પાસે, ચુનારાવાડ ચોક, જયનાથ,પેટ્રોલ પંપ સામે ,ભાવનગર રોડ , મોહનભાઈ સરવૈયા હોલ પાસે, અજય વે-બ્રીજ, 80 ફુટ રોડ, આંબેડકર ગેઈટ 80 ફુટ રોડ, હુન્ડાઈ મોટર શો-રૂમ પાસે, સોરઠીયા વેબ્રીજ પાસે, 80 ફુટ રોડ, સોરઠીયા વાડી ચોક, જે.કે. મોલ પાસે, સુતા હનુમાનજી મંદિર, કોઠારીયા રોડ,દેવપરા ચોક, શક્તિ હોટલ પાસે કોઠારીયા રોડ, કેદારનાથ સોસા. ગેઈટ , માનવધર્મ આશ્રમ પાસે કોઠારીયા રોડ અને અંતે હુડકો બસસ્ટોપ ખોડીયાર હોટલ પાસે સમાપન થશે. એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવેલ હતું.