રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ સંકુલ ખાતે રૂ.૨.૪૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બે બાસ્કેટ કોર્ટનું તા નેચરલ ગ્રાસ હોકી મેદાનનું લોકાર્પણ તેમજ રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રેસકોર્સ રીંગરોડ ફરતે ગ્રીલ બદલવાનું તા આનુસંગિક કામો કરવાના કામનું ખાતમુહુર્ત ઉપરાંત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવેલ પેવેલિયન બિલ્ડીંગ જીમ્નેશીયમ રીનોવેશન તા રૂ.૧.૨૨ કરોડના ખર્ચે પેડકરોડ લાગુ રોડનું ડેવલોપમેન્ટ કામ. આમ કુલ મળી રૂ.૬.૫૭ કરોડના કામોનનું લોકાર્પણ તા ખાતમુહુર્ત રાજ્યના અન્ન નાગરિક પુરવઠાના મંત્રી જયેશભાઈ રાદડિયાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પુર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા, ધારસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુની.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ૬૯- વિધાનસભા ઇન્ચાર્જ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માકડ, કિશોરભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મોહનભાઈ વાડોલીયા, શાશકપક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અઘેરા, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, સોફીયાબેન દલ, અનિલભાઈ રાઠોડ, દક્ષાબેન ભેસાણીયા, પ્રીતિબેન પ્નારા, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર,વોર્ડ પ્રમુખ રાજેન્દ્રસીંહ ગોહિલ, મહામંત્રી ધેર્યભાઈ પારેખ, જયસુખભાઈ પરમાર, નં.૫ના પ્રભારી બાબુભાઈ ઉધરેજા, પ્રમુખ દિલીપભાઈ લુણાગરીયા, મહામંત્રી પ્રભાતભાઈ ફૂન્ગ્શીયા, મુકેશભાઈ ધનસોત વિગેરે ઉપસ્તિ રહેશે.