જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુગર ગામ ખાતે આનંદ આશ્રમ શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર ની જગ્યાએ શ્રી રામ લક્ષ્મણ જાનકી મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 111 પાટલા નો શ્રીમદ ભાગવત સાપ્તાહ યજ્ઞ તારીખ 27 ને ( ગુરૂવાર)થી પોથી યાત્રાના મુખ્ય યજમાન જામનગરના જાણીતા *એડવોકેટ કેતનભાઇ પ્રભુદાસ આશર અને આશર પરિવારના સભ્યો દ્વારા મુખ્ય પોથી ગામના રામજી મંદિરે બે બગીચોમાં સાધુ સંતો અને ખોલી જીપમાં પોથીની સાથે યજમાન બિરાજમાન હતા અને બીજે ના તાલ સાથે આજ તે ગાજતે કથાના મંડપ સુધી પહોંચ્યા બાદ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સપથાના બીજા દિવસે સાંજના સમયે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા શાસ્ત્રી નરેન્દ્રભાઈ બી વ્યાસ જુનાગઢનું વાળા ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું અને કથાકાર દ્વારા તેમનું પણ સન્માન કરાયું હતું અને બિલેશ્વર મહાદેવ મંદિરના શ્રી શ્રી 1008 મહંત શ્રી શ્યામ બિહારી દાસ શાસ્ત્રીજી દ્વારા રાઘવજીભાઈ પટેલ નું ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવેલ ગામના નંદલાલભાઈ ભેસડીયા થા તથા અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા
તારીખ 30 ને (રવિવાર)ના રોજ રાત્રે 9:00 કલાકે સંતવાણી કલાકાર નિરંજનભાઇ પંડ્યા અને હાસ્ય કલાકાર દ્વારકાવાળા જીતુભાઈ નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સમગ્ર પથાનું આયોજનના અધ્યક્ષ સ્થાન આનંદદાસજી મહારાજ “આનંદ આશ્રમ” નિમંત્રક શ્રી શ્રી 1008 મહંત શ્યામ બિહારીદાસજી શાસ્ત્રીજી ગુરૂ આનંદદાસજી મહારાજતથા સમસ્ત મોટી બાણુંગરના ગ્રામજનો દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.