દીકરી વ્હાલનો દરિયો… કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની પુત્રી કોરોના વોરીયર્સ તરીકેની ફરજ બજાવી રહી છે ત્યારે મનસુખભાઈ માંડવીયાએ પોતાની પુત્રીને ઉદ્દેશીને સોશિયલ મીડિયા પર લખેલી પ્રતિક્રિયાની બે લાઈન દરેક પિતા માટે પ્રેરક અને પોતિકી બની રહે તેવી છે.
કેન્દ્રિય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ લખ્યું છે કે, મારી દીકરી મારૂ ગૌરવ, દિશા હું ઘણા લાંબા સમયથી તને આ ભૂમિકામાં જોવાની રાહ જોતો હતો, મને ગૌરવ છે કે તું આ કટોકટીના સમયમાં તારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીશ. હાલ દેશને આરોગ્ય સેવાની જરૂર છે. મને ખાતરી છે કે, તું તારી ફરજમાં કાબેલ પુરવાર થઈશ. કોરોના સામે વોરીયર્સ તરીકે લડવામાં વધુમાં વધુ શક્તિ મળે.
https://twitter.com/mansukhmandviya/status/1386609936122089473/photo/1
ઉલ્લેખનીય છે કે હાલ દેશભરમાં કોરોના આંતક મચાવી રહ્યો છે. દિનપ્રતિદિન કેસ નવો આકડો પર કરી રહ્યો છે. વધતાં કેસના કારણે મૃત્યુઆંક પણ વધ્યો છે એમાં પણ ઑક્સીજન તેમજ સલગ્ન ઉપકરણોની ઘટ સર્જાતા આરોગ્ય સેવાઓ સામે પડકાર ઊભા થયા છે.
વાયરસના ધમાસાણને નાથવા મોદી સરકાર પ્રયત્નશીલ છે. સરકારના પ્રયાસની સાથે કોરોના વોરિયર્સ પણ અથાગ મહેનત કરી રહ્યા છે. ડોક્ટર-નર્સ સહિત મેડિકલ ક્ષેત્રના વિધ્યાર્થીઓને પણ આ માટે કામે લગાડી દેવાયા છે. કોરોના વોરિયર્સ રાત-દિવસ આ વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. દેશના આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.