- કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી
- એક્સ્પોમાં ધારાસભ્ય સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના સભ્યો રહ્યા ઉપસ્થિત
ભાવનગરના જવાહર મેદાન ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોની કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવીયા મુલાકાતે પહોચ્યા હતા. આ દરમિયાન કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ તકે ધારાસભ્ય સેજલ પંડ્યા, ધારાસભ્ય શિવા ગોહિલ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયા, ડેપ્યુટી મેયર મોના પારેખ, આગેવાન અભયસિંહ ચૌહાણ, આર. સી. મકવાણા, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રકાશ ગોરસીયા, સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી દિલીપ કામાણી સહિતના સભ્યો, વેપાર-ઉદ્યોગનાં નામાંકિત શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, ભાવનગરના જવાહર મેદાન ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોની કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રીશ્રી ડો. મનસુખ માંડવીયા એ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તા. 6 જાન્યુઆરી સુધી ચાલનારા આ એક્સ્પોનો શુભારંભ કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુ બાંભણીયા એ કરાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા એ જણાવ્યું હતું કે ભાવનગરના ઉદ્યોગકારો માટે વિકાસની નવી ક્ષિતિજો મેળવવા વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ખૂબ ઉપયોગી થશે. ભાવનગર ને આગામી સમયમાં મુલાકાત લેનાર યુરોપિયન યુનિયનની મંજુરી મળે તો શીપ બિલ્ડિંગ હબ તરીકે વિકસી શકે તેવી શક્યતાઓ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વિકસિત ભારત 2047 ના વિઝનમાં વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ભાવનગર જિલ્લાનું એ તરફ પગલું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાવનગર જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે સંકલ્પબદ્ધ છે.
વધુમાં જણાવ્યું હતું કે ભાવનગરની કનેક્ટિવિટીની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે ભવિષ્યમાં સાકાર થનારું સીએનજી ટર્મિનલ ભાવનગરના વિકાસમાં નવું છોગુ ઉમેરશે. આ ઉપરાંત કન્ટેનર બનાવવા માટે યોગ્ય પ્રયાસો થકી એક ઇકો સિસ્ટમ બનાવી તો કન્ટેનર હબ તરીકે ભાવનગરને વિકસાવી શકાશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
આ તકે ધારાસભ્ય સેજલ પંડ્યા, ધારાસભ્ય શિવા ગોહિલ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયા, ડેપ્યુટી મેયર મોના પારેખ, આગેવાન અભયસિંહ ચૌહાણ, આર. સી. મકવાણા, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રકાશ ગોરસીયા, સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી દિલીપ કામાણી સહિતના સભ્યઓ, વેપાર-ઉદ્યોગનાં નામાંકિત શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: આનંદ રાણા