જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા.૨૫.૫૦ લાખના ખર્ચે નવનિર્મિત સુવિધાસભર પેટા આરોગ્ય કેન્દ્નનું રાજયના પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિતારના છેવાડાના માનવીને આરોગ્યલક્ષી સારવાર સબબ તાલુકા મથક સુધી જવું ન પડે અને ખાસ કરીને ગામડાના અશકત વૃધ્ધોને ઘરઆંગણે જ સારવાર મળી રહે તે માટે રાજય સરકાર રાજયાન તમામ વિસ્તારોમાં ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સુવિધા પહોંચાડવા પ્રતિબધ્ધ છે.
રૂા.૨૫.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ નાની લાખાવડ ગામના પેટા આરોગ્ય કેન્દ્રમાં તબીબ નિદાન અને સારવાર સાથે વેલનેસ સેન્ટર કે જેમાં તમામ સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ અને નાના બાળકોનું રસીકરણ તથા સ્વાસ્થ્ય બાબતે સઘન સારવાર મળી રહેશે. આ ઉપરાંત વૃધ્ધો માટે ખાસ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની નીમણુંક પણ કરાશે. જે તેઓની તંદુરસ્તી માટે ડાયાબીટીઝ અને હદ્દયરોગો જેવી બીમારીઓથી બચાવવા તબીબી સારવાર સાથે યોગ અને અન્ય માર્ગદર્શન પણ આપશે. આમ ગ્રામ્ય વિસ્તાર તમામ ઉંમર અને વર્ગના બાળકોનું સંપૂર્ણ આરોગ્ય સુરક્ષા કવચ પુરૂ પડાશે. આ કાર્યક્રમમાંજિલ્લા ક્વોલિટી અધિકારી પી.કે.સીંઘ, તાલુકા હેલ્થ ઓફિસર સી.કે.રામ, મેડીકલ ઓફીસર ડો. કનેસરા, આયુષ મેડિકલ ઓફિસર ડો.પ્રીયંકા વોરા,ઉપપ્રમુખ મનસુખભાઇ, તાલુકા પંચાયત સભ્ય મુન્નાભાઇ ધોળકીયા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર એન.આર.મકવાણા, સુપરવાઇઝર પી.એમ.શુકલા, ફિમેલ હેલ્થ વર્કર ભારતીબેન ઠુંમર સહિત આરોગ્યનો તમામ સ્ટાફઅને વહિવટીય અધિકારીઓ, આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.