ગઢડીયા ગ્રામ પંચાયત ખાતે વૃક્ષારોપણ દ્વારા અભિયાનનો પ્રારંભ કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગામની તમામ ખુલ્લી જગ્યાઓમાં વધુમાં વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા ગામલોકોને અનુરોધ કરતાં કહ્યું હતું કે ભારતની પ્રાચિન સંસકૃતિમાં વૃક્ષોને દેવ સ્વરૂપે પુજવામાં આવે છે.
રાજયના પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ તાલુકાના ગઢડીયા ખાતેથી મારૂં ગામ હરીયાળુ ગામ અભિયાનના આજરોજ શ્રી ગણેશ કર્યા હતા.
ત્યારે આ વૃક્ષોનું આરોપણ જતન અને સંવર્ધનએ ગ્રામજનોની નૈતિક જવાબદારી બને છે.મંત્રી બાવળીયાએ અભિયાન અંતર્ગત જસદણ વિધાનસભા મતવિસ્તારના તમામ ગામોમાં તબ્બકાવાર ઓછામાં ઓછા 105 વૃક્ષોનું વાવતેર થાય તે લક્ષ્યાંક સાથે શરૂ કરેલા આ અભિયાનમાં સરકારના તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત રેવેન્યુ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ, આશાવર્કરો, સખીમંડળોની બહેનો, આંગણવાડી કાર્યકરો સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ, મહિલામંડળો અને સ્વૈચ્છીક સંસ્થા તથા ગ્રામજનોને સહભાગી બનાવી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટેની ઝૂંબેશનો ગઢડીયા ખાતે થી પ્રારંભ કર્યો છે.
પ્રાંત અધિકારી ગળચરે લોકોને અભિયાનમાં સહભાગી બની હરીયાળું ગ્રામ બનાવવા ગ્રામલાકોને વુક્ષોનું વાવેતર કર્યા બાદ તેનું જતન અને સંવર્ધન કરવા અનુરોધ કરતા પ્રાચીન વેદ અને ધાર્મિક આધારોના ઉલ્લેખ સાથે વૃક્ષોનું માનવજીવનમાં મહત્વ વિશે ઉપસ્થીતોને વિગતવાર માહિતી આપી હતી.
આ તકે મંત્રીએ પાણી, વિજળી, શિક્ષણ, આરોગ્ય સહિતના વિકાસ કામો અંગેના ગ્રામજનોના પ્રશ્નોની સમિક્ષા કરી સ્થળ પર નિરાકરણ કર્યું હતું.
કાર્યક્રમના અંતે સરપંચ, મહાનુભાવો અને ગ્રામજનો ના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ફુલ છોડના રોપાઓનું વિતરણ પણ મંત્રી બાવળીયા અને મહાનુભાવોના હસ્તે કરાયું હતું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગઢડીયા સહીત આસપાસના ગામના સરપંચઓ, નાયબ તાલુકા વિકાસ અધિકારી પરમાર, વનવિભાગના અધિકારીઓ માલમ, તથા એસ.આર.રાઠવા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, આશાવર્કરો, સખી મંડળની બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ જસદણ તાલુકામાં ગઢડીયા ઉપરાંત ગોખલાણા, શીવરાજપુર, માધવીપુર ગોંડલાધાર, વડોદ, નવાગામ અને આંબરડી ગામે પણ મારૂં ગામ હરિયાળુ ગામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કયો હતો.