15 દિવસમાં જિલ્લાનાં 90 ગામોની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન રૂા. 14 કરોડથી વધુનાં 460 કામોનું લોકાર્પણ અને રૂ 6 કરોડથી વધુનાં 143 નવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
પ્રથમ દિવસે જિલ્લાનાં લખતર તાલુકાના લખતર, લીંબડી તાલુકાના પાણશીણા તથા ચુડા તાલુકાનાં મોજીદડ ગામેથી રથોને પ્રસ્થાન કરાવાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 5 જુલાઈથી તા. 19 જુલાઈ દરમિયાન 03 વિકાસ રથ જિલ્લાનાં ગામડાઓ ખૂંદી વળશે. વન અને પર્યાવરણ કેબિનેટમંત્રી કિરીટસિંહ રાણા આવતીકાલે સાંજે 5.00 વાગ્યે ચૂડા તાલુકાનાં મોજીદડ ગામેથી સુરેન્દ્રનગર જિલ્લાની વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત, અન્ય બે રથોને પણ લખતર તાલુકાનાં લખતર અને લીંબડી તાલુકાનાં પાણશીણા ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવશે. આ યાત્રા દરમિયાન રૂપિયા 14 કરોડથી વધુના ખર્ચે 460 જેટલા વિકાસનાં કામોનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે 143 કામોનું ખાતમુહૂર્ત કરાશે.
આ વિકાસ યાત્રા દરમિયાન જિલ્લામાં કૂલ 8768 જેટલા લાભાર્થીઓને 4 કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવશે. જેમાં કુંવરબાઈનું મામેરુ યોજનાના 208 જેટલા લાભાર્થીઓને રૂપિયા 24.46 લાખ, ડો. આંબેડકર આવાસ યોજનાના 30 લાભાર્થીઓને રૂપિયા 12.61 લાખ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના 42 લાભાર્થીઓને રૂપિયા 18 લાખ, વ્હાલી દીકરી યોજનાના 360 લાભાર્થીઓને રૂપિયા 3.96 કરોડ અને આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાનાં 3 લાભાર્થીઓને રૂપિયા 3 લાખની સહાયનું વિતરણ કરાશે તેમજ આઈ.સી.ડી.એસ. અંતર્ગત 7807 જેટલા લાભાર્થીઓને ઝઇંછ કીટ અને ઉજ્જવલા યોજનાનાં 63 લાભાર્થીઓને અને પી.જી.વી.સી.એલ. અંતર્ગત 255 લાભાર્થીઓને વીજ કનેકશનનો પણ લાભ આપવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લાના 580 કરતા વધુ ગામોને સાંકળી લેતી 34 જિલ્લા પંચાયતની બેઠકોનાં ગામોમાં બેઠકદીઠ વિસ્તારના ગામો માટે જે તે દિવસે સવાર-સાંજનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન ગોઠવી દેવામાં આવ્યું છે. જેમાં સવાર અને સાંજનાં એમ દિવસના બે મુખ્ય કાર્યક્રમો સાથે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી સાથે રથના કઊઉ સ્ક્રિન ઉપર ગુજરાતના વિકાસની ફિલ્મોનું પણ નિદર્શન કરાશે. જે તે વિસ્તારમાં રથના આગમન પૂર્વે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં નિબંધ અને ચિત્ર સ્ર્પધાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિટ વિતરણ, પોષણલક્ષી વાનગી હરીફાઈ, બાળકોની વિકાસ વૃધ્ધિ અંગે તપાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પી.એમ.જે.એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ અને કે.વાય.સી દ્વારા અપડેશન તેમજ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે.