ખેડુતોને વિનામૂલ્યે વિવિધ ફોર્મ ભરી અપાશે: તાલુકા કક્ષાએ પણ હેલ્પલાઇન શરુ થશે
બેડી માર્કેટીંગ યાર્ડ રાજકોટ ખાતે ખેડુત હેલ્પ લાઇન ગુજરાતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેનું ઉદધાટન ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું..
અબતક સાથેની વાતચીતમાં જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટના આંગણે માકેટીંગ યાર્ડ ખાતે ખેડુત હેલ્પલાઇન શરુઆત કરવામાં આવી છે. સૌ પ્રથમ મિત્રોને અભિનંદન ખેડુત હેલ્પલાઇનથી અનેકવિધ યોજનાની માહીતી ખેડુત સુધી પહોચી વડે સાથે સાથ ઓનલાઇન જે ફોન ભરવાના છે. તે વિનામૂલ્યે લોકોને ફોર્મ ભરી આપવામાં આવશે. જેથી ખેડુતોને સરળતા મળે.
કારણ કે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના ખેડુતો પાસે માહીતી હોતી નથી. ઓનલાઇન ફોર્મ ભરવામાં પણ મુશ્કેલી રહેતી હોય છે. અને તેઓ યોજનાઓથી દુર રહેતા હોય છે. તેનાથી ખેડુતોને બેનેફીટ થવાનો છે. તાલુકા કક્ષાએ પણ આ હેલ્પલાઇન શરુ થશે.
સરકારની કોઇપણ યોજના સ્વાભાવિક રીતે ત્યાં સુધી ન પહોચી શકે તો અહી માર્કેટીંગ યાર્ડ મોટું છે જયાં આસપાસના અનેક વિધ ખેડુતો આવતા હોય છે અને ઓફીસેથી તમામ માહીતી આપતા હોય છે.
રાજકોટ જીલ્લામાં ગોડાઉનની સ્ક્રીમ ચાલી રહી છે. રાજકોટ જીલ્લા સહકારી બેંકમાંથી પણ સબસીડી ખેડુતો માટે ડિકલેર કરી છે. અમારો ઘ્યેય હતો કે દરેક ખેડુત પાસે પોતાનું ગોડાઉન બને તો જ માલ સંગ્રહવાનું શકય બને.
માલની સંગ્રહશકિત ન હોય તો માસ તાત્કાલીક વેચવો પડતો હોય છે. વાડીએ ગોડાઉન હોય તો માલનો સંગ્રહ કરી શકે અને માલનો સારો ભાવ આવે ત્યારે યાર્ડોમાં વેચી શકે. રાજય સરકારે પણ ૨૫ ટકા સબસીડી આપી છે અને રાજકોટના ખેડુતો માટે રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેન્કમાંથી વધારાની ર૦ ટકા સબસીડી આપી અને ખેડુતો ગોડાઉન તરફ પ્રેરાય તે રીતનો પ્રયાસ છે.
ભાવેશ ગોંડલીયા ખેડતુ હેલ્પલાઇન ગુજરાત એ કહ્યું હતું કે ખેડુત હેલ્પલાઇનના મેસેજ ખેડુત સુધી પહોચતા નથી તેના માટે સરકાર સાથે ટાઇપ કરી ખેડુતો સુધી મેસેજ પહોચે ત્યારબાદ જે યોજના બહાર પડે તેના માટેની અરજી જે તે અધિકારીઓ સુધી પહોંચે તે બધું ફ્રીમાં કરી આપવામાં આવશે. સરકાર સાથે વાતચીત કરી ખેડુતોને પુરેપુરો લાભ મળે તે માટેની યોજના ચાલુ કરી છે.
ખેડુતોને સફળતાથી માહીતી મેળવી શકાશે. ફોર્મ ભરી શકાશે વર્ક ઓર્ડર સહીતની કામગીરી કરી આપવામાં આવશે.
પર્સનલ ખેડુત હોય લાઇન તરફથી ખેડુતોને ૧ લાખનો વીમો આપવામાં આવશે. યોજનાનો કયારે ચાર્જ લેવામાં આવશે નહી. ખેડુત માટેના ઓજારો, કંપની સાથે ટાઇપ કરી ડાયરેન્ટ ખેડુતાને ફાળે અને તેમાં ૧૦ થી ૪૫ સુધીનું ડિસ્કાઉન્ટ મળે જીએસટી સાથે ની યોજના રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં જીલ્લા અને તાલુકા તાલુકાએ સેન્ટર ઉભા કરવામાં આવશે. અને કોઇપણ વસ્તુ ખેડુતોને ડુપ્લીકેટ વસ્તુ લાગે તો અમને કમ્પેઇન કરી શકશે. અને ર૪ કલાકમાં જે તે સ્ટોલ માલીકો સામે એકશન લેવામાં આવશે અંતે દરેક જીલ્લાએ એક જ ભાવમાં ખેડુતોને વસ્તુઓ મળશે.
ભીમજીભાઇ- બેચરભાઇ પટેલ ગ્રીનલેન્ડ એગ્રો એન્જીયરીંગ ગાંધીનગર એ જણાવ્યું હતું કે અમે ખેડુત છીએ અમારી કંપનીનું નામ સબસીડરી કંપની જી ફોર એન્ટરપ્રાઇસ સાથે એમ.ઓ.યુ. કરેલું છે. અમે ખેડુતોના હિતો માટેની વસ્તુઓ બનાવીએ છીએ. ખેતી કામ કરતાની સાથે અનુભવી આધારે ખેડુતોના હિતની વસ્તુઓ બનાવીએ છીએ. જેમ કે સોલાર સ્પ્રે પંપ બનાવ્યો છે. સવારથી સાંજ સુધી ૪૦-૫૦ પંપ છાંટી શકે. કોઇપણ તકલીફ વગર પુરા વોલ્ટેજ અને પુરા એમપીઆર મળે અને રાત્રે પણ છંટકાવ કરવો હોય તો સાથે બલ્બની સુવિધા આપીછે રાત્રે પણ ૧૫ થી ૨૦ પંપનો છંટકાવ કરી શકે.
ખેડુતોને બેટરી ડિસ્ચાર્જ થવાની પણ સંભાવ નથી રાત્રે પાણી વાળવું હોય તો પણ બલ્બ કરીને રાત્રે સાથે રાખી શકે છે. એને વધારનો માણસ પણ ઓછો થઇ જાય. ઓછા ખર્ચે વધારે ઉત્૫ાદન મેળવી શકે તેવી ભાવના સાથે અને અને જે અનુભવ્યું તે બીજા ખેડુતો પણ અનુભવે છે. અને તે વાપરે અને સુખી ખાય ઝટકા મશીનો બનાવ્યા છે તે પણ સોલરથી ઓપરેટ થાય છે. ફોગ ફેન બનાવ્યો છે જે સંગીત ધીમું ધીમું વણે અને ઠંડી હવા નીકળે જે ઉનાળામાં પાણીના અભાવે ગાયો ભેંસોને ડિહાઇડેશન થઇ જાય આ ફેનથી તેને ભેજ મળી રહે જેથી વિટામીન અને મિનરલની ખામી ન સર્જાય અને દુધ પુરેપુરુ મળે અને જાનવટ સુખી રહે તો ખેડુત સુખી રહે તે માટેના ઉદ્દેેશ સાથે સાધનોનો ઉત્૫ાદન કરીએ છીએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com