દરિયાકાંઠાના ગામડાઓમાં ફરી વ્યવસ્થા નિહાળી:સોમનાથ દાદાના મંદિરે શીશ ઝુકાવી કરી પ્રાર્થના
વાવાઝોડાની સંભવિત અસર સામેની પૂર્વ તૈયારીની ચકાસણી માટે જિલ્લા સેવા સદન ખાતે કેન્દ્રીય રાજયમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ ગીર સોમનાથ વહીવટી તંત્ર સાથે મિટિંગ યોજી આગોતરા આયોજન તેમજ ભયજનક સ્થિતીની પળોમાં વ્યવસ્થા અને લોકસમસ્યાઓના નિરાકરણ વિશે શીર્ષ અધિકારીઓને વિવિધ મુદ્દાઓ પર સૂચન આપી માર્ગદર્શિત કર્યા હતાં.સૌ પ્રથમ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ મંત્રીને જિલ્લાની પ્રાથમિક માહિતી આપી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રના વિવિધ વિભાગોની તૈયારીઓ વિશે અવગત કર્યા હતાં.
જે પછી મંત્રીએ વેરાવળ, કોડીનાર, ઉના, સુત્રાપાડા તેમજ ગીરગઢડાના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાઈ વિસ્તારો પર બાજનજર રાખવા તેમજ આવા વિસ્તારોના સ્થાનિક માછીમારોના સ્થળાંતર તેમજ રહેવા અને ભોજનની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપી હતી.આ ઉપરાંત મંત્રીએ પીવાના પાણીની વ્યવસ્થા, સગર્ભા અને વૃદ્ધો માટે આરોગ્યલક્ષી સુવિધા, અવિરત વીજ પુરવઠો, જિલ્લાના આશ્રયસ્થાન વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત મંત્રીએ જનપ્રતિનિધિઓને કટોકટીની સ્થિતી સર્જાય તો ફૂડપેકેટની આગોતરી વ્યવસ્થા અને લોકસમસ્યાઓના ત્વરિત અને હકારાત્મક વલણ વિશે વિવિધ સૂચનો પર પણ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા પ્રજાલક્ષી અભિગમને બીરદાવ્યો હતો.
કેન્દ્રીય રાજ્યમંત્રીની સમિક્ષા મિટિંગમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કે.સી.રાઠોડ, ડો.પ્રદ્યુમન વાજા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, નગર પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના તમામ અગ્ર વિભાગોના શીર્ષ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. દરિયાઈ વિસ્તારના મૂળ દ્વારકા, માઢવાડ, કોટડાના ગ્રામજનો અને આગેવાનો સાથે બેઠકમાં વિવિધ માધ્યમોથી સરકાર તેમજ વહીવટીતંત્રના સંદેશાને સાંભળી સાવચેતીના ભાગરૂપે સતર્ક રહેવા તેમજ અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી હતી અને સાથે જ વાવાઝોડાની સંભવિત સ્થિતિ સામે રક્ષણાત્મક પગલાઓ ભરવા આગોતરી તૈયારીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
સોમનાથ દાદાને શીશ ઝુકાવતાં મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મુંજપરા મહેન્દ્રભાઈ એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક, સોમેશ્વર મહાપૂજન કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા મંત્રીને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી સ્વાગત સન્માન કરવામાં આવેલ.
સિવિલ હોસ્પિટલ-આશ્રયસ્થાનોની વ્યવસ્થા તપાસી
મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ ગીર સોમનાથ જિલ્લામાં ઉપસ્થિત રહી જિલ્લા વહીવટીતંત્રના શીર્ષ અધિકારીઓ સાથે બિપરજોય વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અને આગોતરા આયોજનનું નિરીક્ષણ કર્યુ હતું.વડોદરાઝાલા સ્થિત આશ્રયસ્થાનની મુલાકાત લઈ 124 જેટલા સ્થળાંતરિત માછીમારો અને એમના પરિવારની મુલાકાત લીધી હતી તેમજ આશ્રયસ્થાનની વ્યવસ્થા, સગવડ અને માછીમારોના આરોગ્યની પૃચ્છા કરી હતી ઉપરાંત સતર્ક રહેવા અને સરકાર તેમજ વહીવટીતંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી. મંત્રીએ વડોદરાઝાલા ઉપરાંત વેરાવળ ખાતે સિવિલ હોસ્પિટલની અને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો જીજ્ઞેશભાઈ પરમારે મંત્રીને આરોગ્ય વ્યવસ્થાઓને અનુલક્ષી આપાતકાળમાં સંચાલન વિશે માહિતગાર કર્યા હતાં ત્યારબાદ મંત્રીએ વહીવટીતંત્રની કામગીરી અને તૈયારીઓની બારીકાઈથી માહીતી મેળવી હતી અને શીર્ષ અધિકારીઓને વિવિધ મુદ્દાઓને અનુલક્ષી માર્ગદર્શિત કર્યા હતાં.
સુત્રાપાડા: વડોદરાઝાલા આશ્રય સ્થાનની મંત્રી ડો.મુંજપરાએ લીધી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચના અન્યવે કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરા સાથે બીપરજોય સાયક્લોન ના સંદર્ભે ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલાના ગામમાં સાયક્લોન શેલ્ટરહોમ ની મુલાકાત લઈ ત્યાં આશ્રય લીધેલા લોકો સાથે ચર્ચા કરી હતી તેમજ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી તેમાં ઉપસ્થિત મહેન્દ્રભાઈ પીઠીયા ગિરસોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ,ભગવાન ભાઈ બારડ ધારાસભ્ય તાલાળા સુત્રાપાડા, દિલીપભાઈ બારડ મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ ગીર સોમનાથ જિલ્લા ના કલેકટર અને એસ પી સરકારના વિવિધ ડીપ્રામેન્ટન અધિકારીઓ પાર્ટીના હોદેદારો અને ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો હાજર રહીયા વાવાજોડા સંભવિત સ્થળની પરિસ્થિતિ અંગે વાકેફ કરી વૈકલ્પિક વ્યવસ્થા અંગે બેઠક કરી જરૂરી સૂચનો કર્યા હતા.