રાજકોટ જિલ્લામાં ૭૧ માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત રાજકોટ ના પડધરી તાલૂકા ના સરપદડ ખાતે ઉર્જા મંત્રી દીલીપ કૂમાર ઠાકોર ના હસ્તે રૂ. ૬.૫૯ કરોડ ઉપરાંતના ખર્ચે ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે મંત્રી દીલીપ કૂમાર ઠાકોર જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં ૨૪ કલાક વીજળી પહોંચડવાના ધ્યેય સાથે જ્યોતિગ્રામ યોજના થકી ગામડે ગામડે વીજળી પહોંચાડી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. ગામડાઓની આર્થિક સમૃદ્ધિનો આધાર ખેતી છે અને તેના માટે પાણી અને વીજળી ખુબ મહત્વની જરૂરિયાત છે. રાજ્ય સરકરે આ બાબતની નોંધ લઈ જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર ઉભું કર્યું છે. માત્ર એટલું જ નહીં વીજળીના કારણે શિક્ષણ નું સ્તર પણ અગ્રીમ કક્ષાએ આગળ આવ્યું છે. આ પ્રંસગે પડધરી ટંકારા પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા,તાલુકા ભાજપ મહામંત્રી મનોજભાઈ, પ્રવીણભાઈ હેરમા ,રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ધીરુભાઈ તળપદા,તળશીભાઇ,છગનભાઈ,રોહીત ભાઈ ચાવડા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેટકોના અધિકારી તેમજ પડધરી મામલતદાર,પડધરી તાલુકા વિકાસ અધિકારી મહાનુભાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં