ગાયનેકોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ અને જનરલ સર્જનની વર્ગ-1ની જગ્યા ડોકટરની નિમણુંકો
મોરબી ખાતેની સીવીલ હોસ્પિટલમાં જુદા જુદા પ્રકારના તજજ્ઞ-ડોકટરોની વર્ગ-1ની ખાલી જગ્યાઓ ભરાય તે માટે મોરબી માળીયા(મી)ના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા સતત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ચીફ પર્સોનલ ઓફિસરશ્રી, કમિશ્નરશ્રી-આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ તથા અધિક મુખ્ય સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ આરોગ્ય મંત્રી સમક્ષ સતત રજુઆતો કરીને તથા સઘન ફોલો-અપ કરતાં રહયા હતાં. તેના પરિણામ સ્વરૂપે મોરબી સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ વર્ગ-1 તરીકે ડો.મિરલ આદ્રોજા, જનરલ સર્જન તરીકે ડો.યશ પટેલ તથા રેડીયોલોજીસ્ટ વર્ગ-1 તરીકે ડો.હર્ષિલ અઘેરાની નિમંણૂકોના હુકમો કરી દેવામાં આવ્યા છે. આમ, તજજ્ઞ વર્ગ-1ના ડોકટરોની સેવાઓ મોરબી સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાયેલ છે.
હાલ ઓર્થોપેડિક સર્જન તરીકે સી.એમ.સેતુ યોજના હેઠળ ભરાયેલ છે. હવે આમ, મોરબી સીવીલ હોસ્પિટલની વર્ગ-1ના તજજ્ઞ ડોકટરો તથા વર્ગ-રના મેડીકલ ઓફિસરોની 90 ટકા જેટલી જગ્યાઓ ભરાય ગયેલ છે. જેનો લાભ સીવીલ હોસ્પિટલમાં આવતાં ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર સારી સારવાર આવાં તજજ્ઞ વર્ગ-1 ડોક્ટરો મારફત મળે તે માટે સતત ચિંતા સેવીને બ્રિજેશ મેરજાએ આ જગ્યાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભરાય તે માટે જે જહેમત ઉઠાવી હતી તે ફળી છે. બ્રિજેશ મેરજાએ ઉપરોકત જગ્યાઓ આરોગ્ય વિભાગ દ્વારા ભરવામાં આવતાં માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર વ્યકત કરેલ છે.