ભાજપ કારોબારીની મીટીંગ અલગ અલગ વિષયો પર પ્રદેશના અને જિલ્લાના પદાધિકારીઓને માર્ગદર્શન અપાયું
મોરબી શહેર કારોબારીની મીટીંગ હરભોલે હોલ ખાતે યોજાઇ હતી. કામની કારોબારી મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના સ્વાગત પ્રવચન બાદ અલગ-અલગ વિષયો પર પ્રદેશના અને જિલ્લાના પદાધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. આજના વક્તા ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા, પ્રદીપભાઈ વાળા, રણછોડભાઈ દલવાડી, ઘનશ્યામભાઈ ગોહિલ, જ્યોતિસિંહજી જાડેજા, ચંદુભાઈ હુંબલે આગામી કાર્યક્રમોનું માર્ગદર્શન આપ્યું અને કારોબારીમાં ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સાહેબ, જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સાહેબ, સહકારી ક્ષેત્રના વડા મગનભાઇ વડાવીયા જીલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, પ્રદીપભાઈ વાળા, રાઘવજીભાઇ ગડારા, કાંતિભાઈ અમૃતિયા, ઘનશ્યામભાઈ ગોહિલ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે પરમાર, જયરાજસિંહ જાડેજા સુરેશ ભાઈ દેસાઈ, મંજુલાબેન દેત્રોજા તેમજ જીલ્લાના હોદ્દેદારો મોરબી શહેર ભાજપ પરિવાર તેમજ નગરપાલિકાના કાઉન્સિલર ઓ હાજર રહ્યા તેમજ ગુજરાત રાજ્યના મહામંત્રી મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા ટેલિફોનિક સંદેશો પાઠવ્યો હતો.
ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા મોરબી શહેરની પેજ સમિતિ 100% ટકા સંપૂર્ણ કરવા બદલ જયુભા જાડેજા, લાખાભાઈ જારીયા તેમજ રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણઝારીયા નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન મોરબી શહેર મહામંત્રી રિશિપભાઈ કૈલા ભાવેશભાઈ કણજારીયાએ કર્યું હતું.