જે પૈકી આજે ડાયનીંગ હોલ, ટોયલેટ બ્લોક પાર્કીંગ, સીસી રોડ વગેરેના પ્રથમફેસના અંદાજિત રૂા. ૩ કરોડના કામોનો શુભારંભ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ કામો ૧૧મહિનામાં પુર્ણ થઇ જશે. આ દરમ્યાન જ બીજા ફેસના ૭ કરોડના કામોની પણ શરૂઆત કરીદેવામાં આવશે. આની સાથે સામે હાથલા ગામની પીવાના પાણીની સમસ્યા, પંચાયત ઘર વગેરેપણ આ પ્રોજેકટ સાથે સમાવી લેવામાં આવશે. મંત્રીએ મંદિર પરિસદમાં સ્વચ્છતા પણખાસ ભાર મુકવા જણાવ્યું હતુ અને ઉમેર્યું હતું કે આવનારા સમયમાં આ સ્થાન વૈશ્વિકસ્તરે પ્રસિધ્ધ થશે. મંત્રીશ્રી તથા મહાનુભાવોએ કાર્યક્રમ પુર્વે શનિદેવના દર્શનકરી પુજા-અર્ચના કરી હતી. મંત્રીશ્રીએ કહયું હતું કે શનિદાદાના દર્શન માત્રથી લોકોધન્ય થઇ જાય છે.
આકાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી લાલજીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇચાવડા, પુર્વ મંત્રી બાબુભાઇ બોખીરીયા, સરપંચ વિનોદપુરી ગૌસ્વામી, કલેકટર જે.આર. ડોડીયા, પ્રાંત અધિકારી જાડેજા, સહિત અધિકારી કર્મચારીશ્રીઓ તથા અગ્રણીઓઉપસ્થિત રહયા હતા.