પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે આનંદભવન, સુરેન્દ્રનગર ખાતેથી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના લાભાર્થીને શ્રમયોગી કાર્ડ આપીને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો શુભારંભ કર્યો હતો.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દહસ્તે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ અમદાવાદ ખાતે થયો. જે અંતર્ગત જીવંત પ્રસારણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓએ નિહાળ્યું હતું. આ યોજના હેઠળ ઉદ્યોગ તેમજ અન્ય ક્ષેત્રમાં કામ કરતા શ્રમજીવીઓ અને પી.એફ., ઈ.એસ.આઇ.સી., એન.પી.એસ.નો લાભ ન મળતો હોય તેવા દરેક શ્રમજીવીઓ શ્રમજીવીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી દેવજીભાઈ ફતેપરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમજ પૂર્વ રાજયસભાના સાંસદશ્રી શંકરભાઈ વેગડ, ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ, ડેપ્યુટી કલેકટરશ્રી ઋતુરાજ જાદવ, નગરપાલિકાના પ્રમુખશ્રી વિપીનભાઇ ટોલીયા, અગ્રણી સર્વશ્રી દિલીપભાઈ પટેલ, ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સના ચેરપર્સન માધવીબેન શાહ અને આસીસ્ટન્ટ પી.એફ. કમિશ્નર ઘનશ્યામ પુર્વે ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે અસંગઠીત ક્ષેત્રના શ્રમિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.