ઉપલાકાંઠેથી વડાપ્રધાનની સભા અને રોડ-શોમાં જંગી મેદની ઉમટી પડી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગઇકાલે રાજકોટમાં વિશાળ રોડ-શો અને જંગી જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી હુકમનો એક્કો સાબિત થયા હતા. તેઓની અથાગ મહેનતના કારણે શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો સભા અને રોડ-શોમાં ઉમટી પડ્યા હતા. સામાકાંઠાએ ખરેખર વડાપ્રધાનના બંને કાર્યક્રમોમાં રંગ રાખ્યો હતો.
ચાર વર્ષ બાદ રાજકોટમાં જાહેર સભા સંબોધવા માટે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સભા અને રોડ-શોમાં લાખોની જનમેદની ઉમટી પડે તે માટે રાજ્ય સરકારમાં રાજકોટનું પ્રતિનિધિત્વ કરતા મંત્રી અરવિંદભાઇ રૈયાણી ઘણા દિવસોથી રાત-દિવસ એક કરી રિતસર કાળી મજૂરી કરી રહ્યા હતા. જેને સફળતા પણ પ્રાપ્ત થઇ છે. ગઇકાલે રોડ-શો અને જાહેર સભામાં ઉપલા કાંઠાની મેદની ઉડીને આંખે વળગે તેટલી હતી. હજ્જારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોક લાડીલા નેતાને ફૂલડે વધાવ્યા હતા. તમામ લોકોનો મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ આભાર પણ માન્યો હતો. વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ મોદીની છેલ્લી જાહેર સભા મનાઇ રહી હતી ત્યારે ઉપલા કાંઠાએ ખરેખર દિવાળી પૂર્વે વડાપ્રધાનના કાર્યક્રમમાં રંગ પૂર્યો હતો.
- વડાપ્રધાનના રોડ-શો અને જાહેરસભામાં ઉમટી પડનાર શહેરીજનોનો આભાર: કમલેશ મિરાણી
- રાજકોટવાસીઓના પ્રેમને નિહાળી ખૂદ વડાપ્રધાન અભિભુત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી એરપોર્ટથી રેસકોર્ષ રોડ – શો , રેસકોર્ષ ખાતે જાહેરસભા તેમજ વિવિધ વિકાસના કાર્યોનું લોકાપર્ણ ખાતમુર્હુત કરી રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ વિકાસકાર્યોની હારમાળા સર્જી રાજકોટવાસીઓને કરોડો રૂપીયાના વિવિધ વિકાસકાર્યો થકી દિવાળીની ભેટ અર્પણ કરી હતી .
ત્યારે એરપોર્ટથી રેસકોર્ષ સુધી પ્રધાનમંત્રીના રોડ – શો ના સમગ્ર રૂટ પર શહેર ભાજપના તમામ વોર્ડ , સેલ અને મોરચાના અગ્રણીઓ , વિવિધ સેવાકીય સામાજીક સંસ્થાઓ એન.જી.ઓ.ના આગેવાનો ઉપસ્થિત રહી સ્વાગત સહીતની જવાબદારી સંભાળેલ અને પ્રધાનમંત્રી નું ઉષ્માભેર અભિવાદન કર્યુ હતું.તેમજ પ્રધાનમંત્રીને રાજકોટ મહાનગર ખાતે શાનદાર રીતે સત્કારવા શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ , વિવિધ સંસ્થાઓ , વિવિધ સમાજ તેમજ શહેર ભાજપના તમામ સેલ ઘ્વારા રાજકોટની ધરતી પર વડાપ્રધાન ને આવકારી ’ વેલકમ મોદી ’ , ’ વંદે માતરમ ’ ’ ભારત માતા કી જય ’ ના ગગનચુંબી નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું .
સમગ્ર રૂટ પર સાંસ્કૃતીક કાર્યક્રમોની રમઝટ જામી હતી ત્યારે સમગ્ર રૂટ પર રંગબેરંગી રોશનીનો નયનરમ્ય નજારો દૈદીપ્યમાન થયો હતો તેમજ રોડ શો દરમ્યાન ડી.જે. , બેન્ડ , સાંસ્કૃતીક કાર્યક્રમો , દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠયા હતા.આ તકે રોડ શો દરમ્યાન રાજકોટ જનતાનો અપ્રિતમ પ્રેમ જોઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અભિભૂત થઈ અને જડબેસલાક વ્યવસ્થાથી પ્રભાવિત થઈ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા .
આ તકે રોડ શો માં એરપોર્ટ ખાતે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , રાજયના મંત્રી જીતુભાઈ વાઘાણી , અરવિંદ રૈયાણી , સાંસદ મોહનભાઈ કુંડારીયા , રામભાઈ મોકરીયા , પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો . ભરતભાઈ બોઘરા , ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ , લાખાભાઈ સાગઠીયા , મેયર ડો.પ્રદિપ ડવ , પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ , પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય , ધનસુખ ભંડેરી , નિતીન ભારાજ , ભાવનગર શહેર ભાજપ પ્રભારી કશ્યપ શુકલ , રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા , શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી , કીશોર રાઠોડ , જીતુભાઈ મહેતા , નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના ઉપસ્થિત રહયા હતી .