મિશ્રણના કારણે માત્ર આર્થિક નહીં પણ પર્યાવરણ ક્ષેત્રે પણ ખુબજ ફાયદો થાય તેવી ધારણા

ભારતભરમાં મિથેનોલી મીક્ષ કરેલા ઈંધણનું વેંચાણ વધતું જાય તે માટેના પ્રયત્ન મોદી સરકાર કરી રહી છે. ભારતનું મસમોટુ હુંડીયામણ ક્રુડના કારણે વિદેશમાં ચાલ્યું જાય છે. જે બચાવવા માટે મિથે નોલનું મિક્ષીગ મહત્વનું છે. આવા સંજોગોમાં હવે મિેનોલને મિક્ષ કરી રૂ.૫૦૦૦ કરોડની બચત સરકારને થઈ હોવાનું જાણવા મળે છે. મિથેનોલના કારણે આર્થિકની સાથે પર્યાવરણ ક્ષેત્રને ફાયદો થતો હોવાનું માનવામાં આવે છે.

તાજેતરમાં માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલીમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખ્યો હતો જેમાં વધુને વધુ મિથે નોલનો ઉપયોગ દેશમાં થાય તે માટેના પગલા લેવા જોઈએ તેવો મત વ્યકત કરવામાં આવ્યો હતો. દેશમાં જેમ બને તેમ મિથેનોલનો ઉપયોગ વધે તે માટે ફયુલ સ્ટેશન સપવામાં આવે તેવી ઈચ્છા આ પત્રમાં વ્યકત થઈ હતી.

7537d2f3 18

અહીં નોંધનીય છે કે, હાલ ભારતીય વાહનોમાં ૧૦ ટકા ઈેનોલનું મિશ્રણ કરેલ હોય તેવા ઈંધણનો ઉપયોગ મિથેનોલના ઉત્પાદન પાછળ હાલ ૧ લીટર દીઠ રૂ.૪૨નો ખર્ચ થાય છે. મિેનોલ સામાન્ય રીતે મિથેન આલ્કોહોલ ગણવામાં આવે છે. જેના ૧ લીટર ઉત્પાદન પાછળ થતો  ખર્ચ રૂ.૨૦ છે. જો કે, અન્ય પ્રક્રિયાના કારણે ખર્ચ વધી જાય છે. સરકારના ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ઈથેનોલ તેમજ મિથેનોલની સાથે ઈંધણની પ્રક્રિયા કરી વાહનોમાં ઉપયોગ થઈ શકે તેવા ઈંધણ બજારમાં ઉતાર્યા છે. આ સાથે બજારમાં મિથેનોલી મિશ્રીત ઈંધણના ઉપયોગના કારણે કરોડો રૂપિયાની બચત સરકાર કરી રહી છે. જેનાથી ભારતીય તિજોરીમાંથી વિદેશ ચાલ્યું જતું હજ્જારો કરોડનું નાણું આગામી સમયમાં બચશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.