ધોરાજી ખાણ ખનીજ ખાતાની મીલી ભગતથી ચાલતા બેરોકટોક રેતી ચોરીમાં અંતે ખાણ ખનીજ ખાતુ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતા ૩ ટેન્કરો સહિત રૂ.૧૨ લાખના મુદ્દામાલ સાથે ગોવિંદ ગોરધન કોળી રહે.ફરેણી રોડ ધોરાજી, હરપાલસિંહ કિરીટસિંહ ઝાલા રહે.બુટાવદર સહિત અન્ય ૪ આરોપીઓ ભાગવામાં સફળ રહેલ હતા. જયારે રેતી ચોરીનો સંચાલક ગોવિંદભાઈ દાદાભાઈ કરમટા રહે.
રામપરા, દિપેનભાઈ માકડીયા પડવલા સહિતનાઓ ધોરાજી નેશનલ હાઈ-વે પર આવેલ જૂના ઉપલેટા રોડ પર ભાદર નદીના પટમાંથી બીન કાયદેસર રેતી ચોરી કરતા હોય એ અંગે ખાણ-ખનીજ ખાતાએ રેડ કરી લાખોના મુદ્દામાલ સાથે ૨ જણાને પકડી પાડેલ અને અન્યો ભાગી જવામાં સફળ રહેલ. આ અંગે ખાણ ખનીજ ખાતાના અધિકારીએ ધોરાજી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી તપાસ આદરેલ છે. આ બનાવ અંગે પીએસઆઈ જે.બી.મીઠાપરા તપાસ ચલાવી રહેલ છે.