ભાજપના આર્થિક રીતે પછાત સર્વણોને ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયને ચિત્ત કરવા કોંગ્રેસ આરોગ્ય રક્ષાના મુદ્દાને ચૂંટણી પ્રચારમાં ચમકાવશે
લોકસભાની ચુંટણીનું બ્યુગલ ફુંકાઇ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય રથને અટકાવવા મેદાનમાં આવેલી કોંગ્રેસને ભાજપના વિકાસ મુદ્દા સામે ગરીબોને લધુત્તમ વેતન આવક અને યુવાનોને રોજગારી સાથે આ વખતેની ચુંટણીમાં કોંગ્રેસે સૌ પ્રથમવાર તંદુરસ્તીની રક્ષાના અધિકારનો મુદ્દો પણ ચુંટણી ઢંઢેરામાં સામેલ કરવાનો નિર્ણય કર્યોછે.
કોંગ્રેસ દેશમાં એવી વ્યવસ્થા ઉભી કરવાનું વિચારી રહી છે કે જેમાં કોઇપણ વ્યકિત સારવાર માટે કોઇપણ હોસ્૫િટલમાં જઇ શકે છે અત્યારે નાગરીકોને મળતી આરોગ્ય સેવાની વધુ સુવિધા આપવામાં આવી છે.
યુ.પી.એ સરકારના કાર્યકાળ દરમ્યાન નાગરીકોના મુળભુત અધિકારો સાથે જોડાયેલી સુવિધામાં શિક્ષણનો અધિકારી, ખોરાકનો અધિકાર મનરેગા યોજના જેવી યોજનાઓ સાથે હવે રાહુલ બાબાએ તંદુરસ્તીની રક્ષાનું સ્થાન કોંગ્રેસના ઢંઢેરામાં જોડવાની જાહેરાત કરીછે.
રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે કોંગ્રેસ સત્તા પર આવશે તો નિશ્ચિત રોજગારની ગેરંટીની સાથે સાથે દરેક નાગરીકની તંદુરસ્તીની રક્ષાનો અધિકાર પ્રદાન કરવામાં આવશે. કોંગ્રેસના આ ઢંઢેરા સાથે દેશના તમામ વિપક્ષો પણ જોડાશે. ભાજપે ૧૦ ટકા સર્વણ અનામત આપી છે. તેની સામે કોંગ્રેસ પણ કંઇક વધુ આપવા તત્પર બની છે.