શેરડીનું ઉત્પાદન કરતા ખેડુતોને બુસ્ટર ડોઝ આપતા કેન્દ્રનો પ્રયાસ રૂ.૩૧ પ્રતિ કિલોના ભાવ નીચે ખાંડનું વેચાણ કરી શકાશે નહીં
ખાંડ ઉત્પાદન અને વેચાવાને પુરતો ન્યાય આપવા કેન્દ્ર સરકારે ખાંડના વેચાણની ન્યુનતમ કિંમતમાં રૂપિયા ર નો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે ખાંડના વેપારીએ રૂ ૩૧ પ્રતિ કિલોની કિંમત નીચે વેચાણ કરી શકશે નહીં. અને બજારમાં લીકવીડીટીમાં પણ વધારો થશે.
ખાદ્ય ખોરાક મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે મિનિમમ સેલીંગ પ્રાઇસથી નીચેની કિંમતોમાં તેઓ વેપાર કરી શકતા નથી. પહેલા ઓછામાં ઓછા રૂ ૨૯ પ્રતિ કિલોની કિંમતોમાં ખાંડનું વેચાણ થતું. જેમાં હવે રૂ ર નો વધારો કરવામાં આવ્યો છે.કેટલીક વખત હોલસેલ વેપારીઓ મફતના ભાવમાં વેચાણ કરતા માર્કેટની પરિસ્થિતિ ઉત્પાદકો માટે આકરી બની જતી હોય છે.
જાન્યુઆરી એન્ડ સુધીમાં શેરડીનું ઉત્પાદન કરતા ખેડુતો અંદાજે ર૦ હજાર કરોડ જેટલી કમાણી કરે છે. જો હોલસેલ વેપારીઓ ઓછા ભાવે વેચાણ કરે તો ઉત્પાદકોનું માર્કેટ પડી ભાંગે માટે શેરડી ઉત્પાદકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. ભારતમાં ખાંડનું ઉત્પાદન અને ઉપભોકતાઓનું પણ પ્રમાણ વધુ છે. જો કે આ માંગ ખેડુતોની પણ હતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે ખેડુતોના ભારણ ઓછા કરવા માટે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. જેથી હવે ખેડુતોની ઇમ્પોર્ટ ડયુટી વધીને ૧૦૦ ટકા સુધીની થઇ જશે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોશિએશન મુજબ ઇથેનોઇીની ક્ષમતા પ્રમાણે કેન્દ્ર સરકાર ખેડુતોને સબસીડી લોન આપશે. ખાંડનું ઉત્પાદન છેલ્લા ૪ મહીનામાં ૮ ટકાથી વધીને ૧૮૫ લાખ ટન સુધી પહોચ્યું છે.