ગમખ્વાર દુર્ધટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા: મૃતકોના પરિવારજનોને ‚રૂ|.પાંચ લાખની આર્થિક સહાયની રાજયપાલની જાહેરાત

જમ્મુ-કાશ્મીરમાં અકસ્માતની વધુ એક ગમખ્વાર દુર્ધટનામાં જમ્મુ નજીકના પેસિન્જર બસ  રોડની નજીકની ખીણમાં લપસી પડતા ૩૫ના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજયાં હતાં.

જમ્મુ-કાશ્મીર પોલીસના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કેશવંતથી કિસ્તવર જઇ રહેલી મીનીબસ જીકે૧૭ ૬૭૮૭ કિશીવાર નજીક શ્રિગંવારી વિસ્તારમાં રોડ પાસેના ઉંડા ખાડામાં લપસી પડવાની દુર્ધટનામાં તાત્કાલીક પોલીસ અને સ્થાનીક લોકોએ બચાવ કામગીરી  હાથ ધરી ઘવાયેલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ગમખ્વાર દુર્ધટનામાં ૩૧ પ્રવાસીઓના ધટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતા. અને ગંભીર રીતે ઘવાયેલ ૪ ને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધા હતા. ઘવાયેલા ઓને પ્રથમ સીવીલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ડેપ્યુટી કમિશ્નર અંગ્રેજ સિંહ રાણાએ  ૩પ મૃત્યુ અને ૧૬ ને ઇજાની પુષ્ટી આપી ૩ ને હેલિકોપ્ટર મારફત તાત્કાલીક અને વધુ ૧ર ને મીંગ-૧૭ ચોપરમાં એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જમ્મુના સરક્ષણ પ્રવકતા દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે મીગ-૧૭ એ બે ફેરા કરીને ૧૮ વ્યકિતઓને હેલિકોપ્ટર મારફત એમ્સમાં ખસેડાયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં પગલે રાજયપાલ સત્યપાલ મલિકે પાંચ લાખના વળતરની જાહેરાત અને ઘવાયેલાઓને ઉત્તમ પ્રકારની સારવારની ખાતરી આપી હતી. રાજય સરકારે ગયા વર્ષે જ જમ્મુ-કાશ્મીર માર્ગ સુરક્ષા બિલ ૨૦૧૮ પસાર કરીને રાજયના રસ્તાઓ સુધારવાની કવાયત હાથ ધરી હતી. ર૦૧૮માં રાજયમાં ૧૧૩૦ અકસ્માતો થયા હતા. જેમાં મોટાભાગે કંઠઆ, ઉધમપુર અને સાંબાજલ પર્વત વિસ્તારો અને રાજોરી અને રામબાણમાં અનુક્રમે ૩૯૪ અને ૨૫૨ ઘટનાઓ નોંધાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.