આજે ગુડ ફ્રાઈડે આવતીકાલે બીજા શનિવારની રજા: સરકારી કર્મચારીઓને મજો મજો
રાજય તથા કેન્દ્રની સરકારી કચેરીઓમાં આજથી મિનિ વેકેશન જેવો માહોલ સર્જાયો છે. સતતત્રણ દિવસની રજા છે એપ્રીલ માસમાં સરકારી કચેરીઓ દશ દિવસ બંધ રહેશે. કર્મચારીઓને મજો-મજો પડી ગયો છે. અરજદારોના કામ સતત ખોરંભે પડશે.
એપ્રીલ માસમાં સરકારી કર્મચારીઓને 10 જેટલી રજાઓ મળશે. ગત 4 એપ્રીલના રોજ મંહાવીર જયંતિની જાહેરરજા હતી દરમિયાન આજે ગુડફ્રાઈડેની આવતીકાલે એપ્રીલ માસનો બીજો શનિવાર હોવાના કારણે સરકારી કચેરીઓ બંધ રહેશે જયારે રવિવારે જાહેર રજા છે સરકારી કચેરી ઉપરાંત શાળા કોલેજોમાં પણ આજથી ત્રણ દિવસ મિનિ વેકેશન જેવો માહોલ જોવા મળશે.આવતા સપ્તાહે શુક્રવારે પણ આંબેડકર જયંતીની જાહેર રજા છે.
ચાલુ સપ્તાહે માત્ર ત્રણ દિવસ જ સરકારી કચેરી ખૂલ્લી રહી હતી ચાર દિવસની રજાનો આનંદ કર્મચારીઓએ માણ્યો હતો. સળંગ ત્રણદિવસની રજાનો લાભ લઈ સરકારી કર્મચારીઓ પરિવાર સાથે બહારગામ ફરવા ઉપડી ગયા છે.