- રાત્રે 2 ચંદ્ર, અવકાશની દુનિયામાં એક મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે.
અવકાશની દુનિયામાં એક આશ્ચર્યજનક ઘટના બનવા જઈ રહી છે. આવતીકાલે 29 સપ્ટેમ્બરે રાત્રે લોકો આકાશમાં બે ચંદ્ર જોઈ શકશે, જે અત્યંત દુર્લભ ખગોળીય ઘટના છે. આ બીજો ચંદ્ર વાસ્તવમાં એક વિશાળ એસ્ટરોઇડ છે, જેને “2024 PT5” કહેવામાં આવે છે. આ એસ્ટરોઇડ પૃથ્વીની આસપાસ ફરે છે…
સ્પેસની દુનિયામાં એક આશ્ચર્યજનક ઘટના બનવા જઈ રહી છે. આવતીકાલે 29 સપ્ટેમ્બરે રાત્રે લોકો આકાશમાં બે ચંદ્ર જોઈ શકશે, જે અત્યંત દુર્લભ ખગોળીય ઘટના છે. આ બીજો ચંદ્ર વાસ્તવમાં એક વિશાળ એસ્ટરોઇડ છે, જેને “2024 PT5” કહેવામાં આવે છે. આ એસ્ટરોઇડ પૃથ્વીની આસપાસ ફરે છે અને 25 નવેમ્બર સુધી નજીક રહેશે. આ પછી તે સૂર્યની ભ્રમણકક્ષામાં જશે. બીજા ચંદ્રને મિની મૂન કહેવામાં આવે છે. ચાલો આ એસ્ટરોઇડ અને તેની વિશેષતાઓ વિશે વિગતવાર જાણીએ.
Newly-discovered #asteroid 2024 PT5 is about to undergo a “mini-moon event” when its geocentric energy becomes negative from September 29 – November 25.https://t.co/sAo1qSRu3J pic.twitter.com/pVYAmSbkCF
— Tony Dunn (@tony873004) September 10, 2024
શું ભારતમાં મિની મૂન દેખાશે
ખગોળપ્રેમીઓ માટે આ ખગોળીય ઘટના એક ચમત્કાર સમાન છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકો આ પર નજર રાખી રહ્યા છે. જો કે, નરી આંખે મિની મૂન જોવાનું શક્ય બનશે નહીં. તેને જોવા માટે ખાસ ટેલિસ્કોપની જરૂર પડશે.
મિની મૂનનો મહાભારત સાથે સંબંધ
એક રિપોર્ટ અનુસાર આ મિની મૂનનું મહાભારત સાથે ખાસ જોડાણ છે. સ્પેનના Universidad Complutense de Madrid ના સંશોધકોએ જણાવ્યું છે કે આ મિની મૂનનાં લક્ષણો અર્જુન એસ્ટરોઇડ બેલ્ટ સાથે મેળ ખાય છે, જેનું નામ મહાભારતના મુખ્ય પાત્ર અર્જુન પરથી રાખવામાં આવ્યું છે. આ નામ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા માન્ય છે.
મિની મૂનની વિશેષતાઓ
મીની મૂન 7 ઓગસ્ટના રોજ મળી આવ્યો હતો. તેની સાઈઝ 10 ફૂટથી 138 ફૂટ સુધીની હોઈ શકે છે. નિષ્ણાતોના મતે, આ લઘુગ્રહ અત્યારે પૃથ્વીની આસપાસ 2200 માઈલ પ્રતિ કલાક (3540 કિલોમીટર પ્રતિ કલાક)ની ઝડપે ફરે છે. પૃથ્વીથી તેનું અંતર અંદાજે 2.6 મિલિયન માઈલ છે.