જો જૂનાગઢ પાકિસ્તાનમાં ગયું હોત તો?દરેક યુગને સાચા સંતોનું માર્ગદર્શન મળ્યું છે, અને નકલી સંતોથી ચેતીને ચાલવું પણ પડયું છે!જુનાગઢમાં શિવરાત્રીનો તવારિખી મેળો ચાલી રહ્યો છે. એ મહમકુંભની ગરજ પણ સારે છે!

આપણા દેશમાં ‘કુંભ મેળા’નું મહાત્મ્ય જેવું તેવું નથી. અપરંપરા છે. કુંભમેળામાં કરેલા પૃણ્યસ્નાનથી અમરત્વ સાંપડે છે. એમ આપણી પૌરાણિક કથાઓમાં દર્શાવાયું છે. આ અમૃત સમુદ્રમંથનને અંતે જે અમૃત અને ઝેર નિષ્પન્ન થયાં હતા તે અમૃત હોવાનું પુરાણશાસ્ત્ર દર્શાવે છે. એની પ્રાપ્તિ માત્ર પુણ્યવંતી જ નહિ પણ મોક્ષની પ્રાપ્તિ બરાબર છે!

આપણા દેશમાં જયાં જયાં કુંભમેળા આયોજાય છે તે સ્થળ જુનાગઢ જેટલા નજીકના અંતરે નથી. ભલે જુનાગઢના અને અન્ય સ્થળોના મેળાઓની  વિવિધતા અને રમણીયતા વચ્ચે અંતર હોતું હશે તો પણ જુનાગઢના મેળામાં સાધુ સન્યાસીઓ અને જટાજોગી બાવાઓઓની તપસ્વીતા હ્રદય, મન તથા નયનોને આકર્ષે છે એ નિર્વિવાદ છે.જુનાગઢનો ગિરનાર પર્વત તેજસ્વી સાધુ-સંતોના બેસણાં સમો છે અને તેની પરિક્રમા કે પદયાત્રા શ્રઘ્ધાવાન લોકોને ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હોવાના ઉદાહરણો ઇતિહાસનાં પાને મોજૂદ છે!

રાણકદેવીના સંતે ગીરનારની શિલાઓને આડા હાથ દઇને ધરા પર પડતી રોકી હતી એ કોઇપણ યાત્રી અત્યારે પણ અચંબાભેર નિહાળી શકે છે! વિદ્વાન દાર્શનિકા અને ચિંતકોએ સાચું કહ્યું છે કે, જગત આખામાં અને દરેક યુગમાં સમાજને સંતો વિશે આકર્ષણ રહ્યું છે. ત્યાગ, સમર્પણ અને સન્યાસ આ આકર્ષણનું પહેલું કારણ છે. તેઓ કંઇક પામી ગયા છે. તેઓ સિઘ્ધ છે અથવા તો તેમને ઇશ્વરનો સાક્ષાત્કાર થયો છે તેવી સમજ તેમના પ્રત્યેના આકર્ષણનું બીજું કારણ છે. જેઓ ત્યાગ કરી શકતા નથી. અને પરમ પદારથ પામી શકવાની ક્ષમતા ધરાવતા નથી તેવા સામાનય લોકો સંતો અને સન્યાસીઓ તરફ આકર્ષાય છે અને તેમને પૂજે છે.

આમાં છેતરાવાનું હંમેશા સામાન્ય જનને ભાગે આવે છે. કેટલાંક સંતના માટીના પગ ખુલ્લા પડી જાય છે. કેટલીક વાર એવું પણ બને છે કે સંત માટી પગો હોવા છતાંય પકડાયા વિના બાંધી મૂઠી રાખીને દિવંગત થઇ જાય છે. અને નિર્વાણ નું પદ પામીને સેંકડો વર્ષ સુધી પૂજાય છે. જેવા સંતનાં નસીબ અને જેવી સંતની તરકીબ, ભકત બાપડો છેતરાતો રહે છે. પરંતુ આમાં સંતની એક કોટિ એવી પણ છે જે ભકતને છેતરતી નથી, પણ તેને પાર ઉતારે છે. ગંગાસતીએ આવા સંતોની વ્યાખ્યા આ પદોમાં કરી છે.

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ! જેનાં બદલે
નહિ વ્રતમાન રે

ચિત્તની વરતી (વૃત્તિ) જેની સદાય નિરમળી, જેને મા’રાજ થયો મે’રબાન રે…

મન, કર્મ, વાણીએ વચનુમાં ચાલે ને, રૂડી પાડે એવી રીત રે….

ભાઇ રે ! આઠે પો’ર મનમસ્ત થઇ રે’વે, જેને જાગી ગયો તુરિયાનો તાર ર

કબીરદાસે સાચા સંચોની વ્યાખ્યા કરી છે અને ઢોંગી સાધુઓ તરફ ચેતવણી ઉચ્ચારી છે. સાધુ હોના ચાહિએ, પકકા વ્હેકે ખેલ, કચ્ચા સરસોં પેરિકે, ખરી ભયા નહિ તે (સાધુ પાકી સાધનામાં કસાયેલો હોવો જોઇએ જો તેનામાં જરા પણ કચાશ રહી જાય તો તેની હાલત અડધી પિસાયેેલી રાઇ જેવી થઇ જાય છે. નથી તેમાંથી ખોળ બનતો તેમ નથી નીકળતું તેલ)

શ્રી રમેશ ઓઝાએ નકલી સંતો અંગે કરેલી ટકોર સાવ સાચી છે…..વર્તમાન યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિશ્ર્વને નાનું બનાવી દીધું છે. આ સંકોરાયેલા વિશ્વમાં સમાજ વ્યવસ્થા જટિલ બની ગઇ છે. માનવચિત્ત સ્વભાવત: જટિલ છે. આ જટીલ સમાજમાં જટિલ ચિત્તે માનવસંબઁધોને અનેકગણા જટિલ બનાવી દીધા છે.

આ યુગમાં માણસ ટોળાની વચ્ચે એકલવાયો છે. વર્તમાન યુગનો માનવી જેટલો સંકટગ્રસ્ત છે એટલો તો ભૂતકાળમાં કયારેય સંકટગ્રસ્ત નહોતો. એકવીસમી સદીમાં તેની સામેના સંકટમાં વધારો થવાનો છે. આ સ્થિતિમાં સંતો શી ભૂમિકા ભજવશે?એજ જે અત્યાર સુધી તેઓ ભજવતા આવ્યા છે. સાચા સંતો સમાજને માર્ગદર્શન તેમ જ સાંત્વન આપશે અને સંતના વેશમાં ફરતા ધુતારાઓ સમાજને છેતરશે. વાસ્તવમાં આ યુગનો પડકાર સંતો સામે વિશેષ છે.

પ્રલોભનો પાર વિનાનાં હશે. સંતવચનો સાંભળીને સાંત્વન મેળવવા ઇચ્છનારા દુખિયારાઓના ટોળાં ઊમટતાં હશે, જયાં ટોાળ હશે ત્યાં મિડીયા હશે અને જયાં મિડિયા હશે ત્યાં પ્રતિષ્ઠા હશે. ટુંકમાં પ્રતિષ્ઠા અપાવનારું પરિબળ તત્વ નહિ પણ ટોળં હશે. ધુતારાઓ સત્સંગની ખેતી કરે છે. ખેતરમાં દાણાથી લથબથ ડૂંડા જે રીતે ડોલતાં હોય છે એમ વિશાળ મંડપમાં સત્સંગીઓના ખાલી ડોકાં ડોલતાં હશે એ એવી ખેતી હશે જેમાં અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિનો ભય નહિ હોય, ધુતારાઓ બારેય મહિના ખેતી કરશે અને બારેય મહિના ડોકાં‚પી ડૂંડા  લણશે.

એકવીસમી સદીમાં તેઓ લીલાલહેર કરશે. આપણા દેશ પાકિસ્તાન આતંકવાદીઓ સામે યુઘ્ધે ચડયો છે. એનો એક અર્થ એવો પણ થાય છે કે અનુસોની સામે યુઘ્ધે ચડયો છે. અતિભ્રષ્ટતાની સામે યુઘ્ધે ચડયો છે. જે લોકોની મતિ ભ્રષ્ટ થાય છે કે બુઘ્ધિ બગડે છે ત્યારે તે માણ મટી જાય છે, માણસપણું ખોઇ બેસે છે અને નહિ કરવાનું કરવા લાગે છે, બીજાઓના કહેવા પ્રમાણે ચાલે છે.

પાકિસ્તાનનો જન્મ થયો ત્યારથી જ તે ભારતનું શત્રુ  રહ્યું છે. સાંપ્રદાયિકતાના સિઘ્ધાંત ઉપર વિશ્ર્વમાં કોઇ દેશ અસ્તિત્વમાં આવ્યો નથી… અમે હિન્દુસ્થાનમાં હિન્દુઓની સાથે રહી શકીએ તેમ નથી, અમને મુસ્લીમો માટે અલગ દેશ જોઇએ છે, હિન્દુસ્તાનના એક ટુકડાને મુસ્લીમો માટેનો દેશ બનાવો અમે એને પાકિસ્તાન નામ આપવાના છીએ…

મુસ્લીમ લીગ અને તેના નેતા મોહમ્મદઅલી જીન્નાહે ખુલ્લી રીતે આમ કહીને, અંગ્રેજી સુલ્તનતના  ગવર્નર જનરલ માઉન્ટબેટન ઉપર રાજકીય દબાણ કર્યુ હતું. અંગ્રેજી શાસકોનું વલણ પણ ભાગલા પાડીને રાજ કરવાનું હતું. તેમનો છૂપો ઇરાદો હિન્દુસ્તાનના ભાગલા કરવાનો જ હતો….

પાકિસ્તાનની એકધારી દુશ્મનાવટને કારણે બે વખત ભારત પાકિસ્તાન વચ્ચે યુઘ્ધ થઇ ચૂકયા છે. શ્રીમતિ ઇંદીરા ગાંધીના શાસન વખતે ભારતે પાકિસ્તાની લશ્કરના સેનાપતિ સહિત તેના અસંખ્ય સૈનિકોને પકડી લઇને ભારતની છાવણીમાં કેદીઓ તરીકે બેસાડી દીધા હતા. અને પૂર્વ પાકિસ્તાને પાકિસ્તાનથી અલગ કરી દઇને તેને બાંગ્લાદેશમાં પરિવર્તિત કરી દીધું હતું.

અત્રે એ પણ યાદ રહે કે, પાકિસ્તાનની સામે યુઘ્ધ જીતીને વટાધાટો માટે પાકિસ્તાન ગયેલા તે વખતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું પાકિસ્તાનની રાજધાતી રાવળપીંડીમાં જ ભેદી રીતે મૃત્યુ થયું હતું. જનરલ અયુબખાન તે વખતે પાકિસ્તાનના લશ્કરી શાસનના વડા હતા…ભારતના વર્તમાન શાસકોએ હવે પછી તેની સાથે કેવો અને કેટલો સંબંધ રાખવો તે નકકી કરવામાં સાવધાની રાખવી પડશે!

પાકિસ્તાન ખુદ સલામત નથી, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ સલામત નથી. પાકિસ્તાન પુન: લશ્કરી શાસનનો ભોગ બને તેવો સંભવ છે. અને તે ભારતના હિતમાં નહિ હોય ! અમેરિકા અને ચીનના અભિગમ ઉપર તે નિર્ભર બની શકશે એમ હાલ તૂર્ત તો લાગે છે.

જુનાગઢના કુંભમેળા વખતે જુનાગઢનો ઇતિહાસ તાજો થાય છે. જયારે હિન્દુસ્તાનના ભાગલા વખતે જુનાગઢના નવાબે પાકિસ્તાનની સાથે જોડાવાની જાહેરાત કરી હતી અને આરઝી હકુમત દ્વારા એમને પાકિસ્તાનમાં ધકેલાયા હતા. એમનું મૃત્ય પણ ત્યાં જ થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.