સ્વ. રસીકભાઇ મહેતા પરિવારનું માતબર અનુદાન: ટ્રસ્ટની બે દાયકાની સેવા પ્રવૃતિનો ચિતાર આપતી
અદ્યતન ફોટો ગેલરી પણ લોકો નિહાળી શકશે: સેવાભાવીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટના ભાગોળે આવેલ ધરતીપુત્રોનું ઐતિહાસિક ધામ ઢોલરા ખાતે છેલ્લા ર૧ વર્ષથી સેવાની અખંડ જયોત સાથે કામ કરતું સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકું પ્રલ્કપ ‘દીકારનું ઘર’વૃઘ્ધાશ્રમ ચાલે છે. જેમાં ૫૪ માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક પામી રહ્યા છે.
‘દિકરાનું ઘર’ને સમર્પિત ટીમ દ્વારા વધુ બે સુવિધાઓ ભેટ આપવા જઇ રહી છે જેમાં વડીલોની બિમારી સમયે સારવાર મળી રહે તે માટે મીની આઇસીયુ સેન્ટર, તેમજ ‘દીકરાનું ઘર’સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટની બે દાયકાની સેવા પ્રવૃતિનો ચિતાર આપતી અદ્યતન ફોટો ગેલેરીનો સમાવેશ થાય છે.
આ અંગેની માહીતી આપવા ‘અબતક’નીમુલાકાતે આવેલા મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા તેમજ હસુભાઇ રાચ્છે જણાવ્યું હતું કે ‘દિકરાનું ઘર’ માં જરુરીયાત મુજબની સુવિધાઓનો સમયાંતરે ઉમેરો થતો રહે છે. જેના ભાગરુપે વધુ બે સુવિધા લોકાર્પણ કરવા જઇ રહ્યા છીએ.
આગામી તા. ૨૮-૪ રવિવારના રોજ સાંજના ૬ કલાકે શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની હાજરીમાં આ સુવિધાઓ સમાજને ભેટ ધરાશે. દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમના ૫રિસરમાં આ કાર્યક્રમ યોજાશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંગેના નિમંત્રણો પણ આમંત્રિકોને પાઠવવામાં આવ્યા છે. દીકરાનું ઘર વૃઘ્ધારમનો વિશાળ શુભેચ્છક દાતાઓનો વર્ગ રહ્યો છે ત્યારેમર્યાદિત સંખ્યામાં આ કાર્યક્રમ યોજાશે.
‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમની ર૪ કલાક મુલાકાતે પધારેલ રાષ્ટ્ર સંત પૂ. નમુમુનિ મહારાજે સંસ્થાની જરુરીયાતને ઘ્યાને લઇ મીની આઇસીયુ સેન્ટર માટે રૂ સાત લાખનું અનુદાન આપ્યું હતુ તેમજ દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમના કાયમી દાતા સ્વજન, સાહિત્ય પ્રેમી સ્વ. રસિકભાઇ મહેતા પરિવારના હરેનભાઇ, નરેનભાઇ મહેતા તરફથી રૂ. ૧,૫૧,૦૦૦/- ની માતબર રકમનું દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વ. રસિકભાઇ મહેતા પરિવારના સ્વજનો તેમજ રાષ્ટ્ર સંત પૂ. નમ્રમુનિ મહારાજના અનુયાયીઓ હાજર રહી આઇસીયુ સેન્ટર ખુલ્લુ મુકશે.
આ કાર્યક્રમનું માર્ગદર્શન સંસ્થાના મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, ધીરુભાઇ રોકડ, વલ્લભભાઇ સતાણી, ડો. નિદત બારોટ, પ્રતાપભાઇ પટેલ આપી રહેલ છે. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કીરીટભાઇ આદ્રોજા, કિરીટભાઇ પટેલ, સુનીલ મહેતા, ઉપેન મોદી, હરેશભાઇ પરસાણા પુરુ પાડી રહેલ છે. સમગ્ર કાર્યક્રમનું યશસ્વી બનાવવા સંસ્થાના પ્રવીણ હાપલીયા, ડો. હાર્દિક દોશી, રાકેશ ભાલાળા, જીતુભાઇ ગાંધી, શૈલેષ દવે, અશ્ર્વિનભાઇ પટેલ, આશિષ વોરા, ડો. પ્રતિક મહેતા, કેતન મેસવાણી, સાવન ભાડલીયા, કાશ્મીરા દોશી, પ્રિતી વોરા, કલ્પના દોશી, નિશા મારુ, ડો. ભાવનાબેન મહેતા, વર્ષાબેન આદ્રોજા, ચેતના પટેલ, કિરણબેન વડગામા, સ્વાતિબેન જોશી, કલાબેન પારેખ:, અંજુબેન સુતરીયા, અરુણાબેન વેકરીયા પ્રયત્ન કરી રહ્યા છે.