બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઈ ગાજીપરા, નિદતભાઈ બારોટ સહિતના મહાનુભાવોએ સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી; ૨૧ વષફી સેવાની અખંડ જયોત સાથે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરીની ચોમેર પ્રસંશા
રાજકોટના ભાગોળે આવેલ ધરતીપુત્રોનું ઐતિહાસીક ધામ ઢોલરા ખાતે છેલ્લા ૨૧ વર્ષથી સેવાની અખંડ જયોત સાથે કામ કરતુ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકુ પ્રકલ્પ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ખાતે સમર્પિત ટીમ દ્વારા બે સુવિધાઓ ભેટ આપવામાં આવી હતી. જેમાં વડીલોની બિમારી સમયે સારવાર મળી રહે તે માટે મીની આઈસીયુ સેન્ટર તેમજ ‘દીકરાનું ઘર’ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટની બે દાયકાની સેવા પ્રવૃત્તિનો ચિતાર આપતી અધતન ફોટો ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ,. આ તકે બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઈ ગાજીપરા, નિદતભાઈ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન બાનલેબના મૌલશભાઈ ઉકાણીએ જણાવ્યું હતુ કે અમારા માટે ખૂબ આનંદ પ્રસંગ છે. આ દિકરાનું ઘણ વૃધ્ધાશ્રમ એ પવિત્રભૂમિ છે. અહિયા માતા પિતાની સેવા થતી હોય તેનાથી વિશેષ શું હાય શકે.
હું એમ કહીશ કે એલ.આઈ.સી.ની ટેગલાઈન છે જીંદગી કે સાથ ભી જીંદગી કે બાદ ભી જે આ ટીમ સાર્થક કરે છે. ખૂબજ સરાહનીય કામગીરી કરે છે. વૃધ્ધાશ્રમ ખાતે મીની આઈસીયુ સેન્ટર તથા ફોટોગેલેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તે માટે હું અભિનંદન પાઠવું છું. હુ આશ્રમએ વારંવાર આવું છું અને મને આવીને દિવ્યશાંતી મળે છે. અબતક સાથેની વાતચીત દરમિયાન મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતુ કે દિકરાનું ઘર વૃધ્ધાશ્રમહંમેશા કાંઈક નવું કરવા તત્પર હોય છે. બે દાયકાની સેવાયાત્રાની ચિતાર આપતી ફોટોગેલેરી તથા અમારા માવતરો અસાધારણ સંજોગોમાં બિમાર પડે અથવા તેમને સારવાર લેવાની જ‚રીયાત ઉભી થાય તેવા સમયે નાની મોટી બીમારીના સમયે વૃધ્ધાશ્રમે જ સારવાર મળી રહે તે માટે મીની આઈસીયુ સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
દીકરાનું ઘર વૃધ્ધાશ્રમની સ્થાપનાને ૨૧ વર્ષ થયા છે ત્યારે ૨૧ વર્ષની સેવા યાત્રામાં રાજકોટના અસંખ્ય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવોનો અમને સહયોગ મળેલ છે. અને તેઓ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. અબતક સાથેની વાતચીત દરમિયાન એન્જલ પંપના કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યુંં હતુ કે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દિકરાનું ઘર ઢોલરા વૃધ્ધાશ્રમના આંગણે એક સૂનેરો અવસર ઉજવાય રહ્યો છે. ત્યારે ખૂબજ આનંદ થાય છે.
આજે ફોટો ગેલેરી તથા મિની આઈસીયુ સેન્ટરનું લોકાર્પણ થયું છે. આ વિચાર મુકેશભાઈ દોશી તથા આખી ટીમને આવ્યો કે આટલા વર્ષમાં જે પ્રસંગો ઉજવવામાં આવ્યા પ્રસંગો બન્યા છે જે લોકો તેમાં સહભાગી બન્યા તેવા દરેક ફોટોગ્રાફ ફોટોગેલેરીમા છે નાનામાં નાની વસ્તુઓને ધ્યાને લઈને દરેક ફોટોગ્રાફસ ને ફોટોગેલેરીમાં સમાવવામાં આવ્યા છે. અને આ યાદોને બધા લોકો સાથે મળીને માણે તે માટે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેરના મોભીઓ દરેક સમાજના અગ્રણીઓની ઉપસ્થિત રહ્યા છે.તેથી ખૂબજ આનંદની અનૂભૂતિ થાય છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન ટીએન રાવ કોલેજના ટ્રસ્ટી નિદતભાઈ બારોટએ જણાવ્યું હતુ કે દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત આ સંસ્થા માત્ર રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતનું નજરાણું કહેવાય તેવી સેવાકીય પ્રવૃત્તિ દિકરાના ઘરમા મા-બાપને તરછોડાયેલા છે. તે મા બાપનાં ખરા અર્થમાં દિકરા બની અને આ ટીમ કામ કરી રહી છે. આ ટીમની ઘણા વર્ષોની મહેનતની યાદી ‚પે તસ્વીરો લોકોના હૃદયમાં કંડારાયેલી છે. તે તસ્વીરોને અહીયા આર્ટ ગેલેરીમાં મૂકી છે. તથા મીની આઈસીયુ સેન્ટરનું પણ લોકોર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સહભાગી બનવા હું સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના સૌ મિત્રોને અભિનંદન પાઠવું છું.