અબતક,ચેતન વ્યાસ
રાજુલા
હવામાન વિભાગની આગાહી તારીખ 1/12/21 થી તા. 4/12/21 સુધી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે જાફરાબાદ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ છે ત્યારે ખેડૂતોના ખેતરમાં રહેલો રવી પાક ,કપાસ, મગ, તલ, અજમા, ચણા સહિતના પાકોને ભારે નુકશાન જોવા મળી રહ્યું છે.
આ ઉપરાંત આ વિસ્તારના દરિયા ખેડુ માછીમારોને પણ માછીમારી કરવા માટે દરીયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે અને જે માછીમારી કરવા માટે દરીયામા ગયા છે તે લોકોને દરીયા કીનારે પરત આવી જવા સુચના આપવામાં આવી છે.
વૃક્ષો ધરાશાયી, નળીયા ઉડ્યા: જારૂ, ચણા, ઘઉના પાકને નુકશાની
રાજુલા જાફરાબાદમાં ગઈકાલ રાત્રે 11:00 થી 4:00 વાગ્યા સુધી પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાવાજોડું શરૂ થયેલ હોય જેથી લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.પવનની ગતિ 100 ની આસપાસ હોવાનું લોકોમાં જણાવાઈ રહ્યું છે. આ પવનના સુસવાટાને કારણે કેટલાક જગ્યાએ નળીયા ઉડયા હતા અને કેટલીક જગ્યાએ ઝાડ પણ પડયા એ બનાવ બનવા પામેલ છે. આમ ઉપર બીજી વાર વાવાઝોડું આવતા લોકોમાં ખૂબ જ ગભરાટ ફેલાયો હતો. પવનની ગતિ 80 થી 100 ની આસપાસ હોવાનું લોકોમાં જણાવાયું છે.