- ઓર્ગેનિક તાજા અને જંતુમુકત શાકભાજી- ફળો માટે લોકો ‘કિચન ગાર્ડન’ તરફ વળ્યાં: ઘર વપરાશના વ્યર્થ પાણીનો સદ્ઉયપોગ કરી શકાય: કિચન ગાર્ડનના માઘ્યમથી ઋતુ પ્રમાણે મનપસંદ શાકભાજી-ફળો થોડી મહેનતથી મેળવી શકાય છે
- ઋતુ પ્રમાણેના સારા તંદુરસ્ત અને જંતુમુકત શાકભાજી – ફળો આરોગવા તે આપણા સૌની પસંદ હોય છે. પરંતુ આજના ઝડપી યુગમાં શહેરમાં રહેતા લોકો માટે આવા તંદુરસ્ત અને જંતુમુકત શાકભાજી ઝડપથી ઉપલબ્ધ થતા નથી અને જો મળે તો તે ઘણા મોંધા હોય છે.
- ત્યારે એવું કહી શકાય કે તંદુરસ્ત રસોડાની નવી વ્યાખ્યા અને શહેરી પરિવાર પુરતી શાકભાજીની મીની ખેતી એટલે કિચત ગાર્ડનીંગ…
ઘરના આંગણાના કે ટેરેસ પર ગાર્ડનીંગ કરી આપણા ઘર, એપાર્ટમેન્ટની બાલ્કની અને અગાસીનો સદુપયોગ આપણે આપણા તંદુરસ્ત રસોડા માટે કરી શકાય છે. એવું નથી કે કિચન ગાર્ડન માટે વાડો કે છૂટી મોટી જગ્યા હોવી જોઇએ જો ફલેકટમાં રહેતા હોય તો ફલેટની બારીઓ પર અથવા બાલ્કનીમાં કિચન ગાર્ડન બનાવી શકાશે. આ કામ માટે વધારે સમય, નાણા કે મહેનતની જરુર નથી ઓછી મહેનતે આપણે રોગ મુકત અને જંતુમુકત ઓર્ગેનિક શાકભાજી મેળવી શકીએ છીએ.
ત્યારે કિચન ગાર્ડન બનાવવા માટે વરસાદની મોસમ સૌથી વધુ અનુકુળ હોય છે જે કોઇપણ છોડ વાવીએ તેમાં વરસાદનું ટીપું પડતાં જ તે કુદરતી રીતે લીલાછમ બની જાય છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં કિચન ગાર્ડનનો ટ્રેન્ડ વઘ્યો છે હવે લોકો ઘરમાં જ નાનકડો બગીચો રાખવાની ઇચ્છા રાખવા લાગ્યાં છે. અને ઘણા લોકો કિચન ગાર્ડન બનાવીને ઓર્ગેનિક શાકભાજી અને ફળો ઉગાડીને તંદુરસ્ત અને જંતુમુકત શાકભાજી અને ફળો આરોગતા થયાં છે.
અત્યાર સુધીમાં 700થી વધુ કિચન ગાર્ડનના સર્જક નવનીત આગ્રવત આ યજ્ઞમાં થાકવાના નથી
અબતક સાથેની વાતચીતમાં વન ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપના નવનીત અગ્રાવતએ જણાવ્યું હતું કે, અમારા ગ્રુપ દ્વારા ર004 થી કિચન ગાર્ડનીંગ ની શરુઆત કરેલ હતી. અત્યાર સુધી 700 થી વધુ જગ્યાએ કિચન ગાર્ડનીંગ કરેલ છે. કિચન ગાર્ડનીંગ નાની જગ્યામાં પણ થઇ શકે અને જો 1ર00 ફુટ જગ્યા હોય તો ફળ, શાકભાજી ફુલ સારી રીતે ઉગાડી શકીએ, પરંતુ આ ખુલ્લા જગ્યામાં તડકો આવવો અનિવાર્ય છે.
ઘરની અગાસી, ફળીયામાં, ફલેટમાં બાલ્કની ટેરેસ પર આર્ગેનીક ફળો, શાકભાજી માટે ગાર્ડનીંગ કરીએ છીએ. જેમાં ફળોમાં જામનગર, એપલ (હાર્મન-99), ડ્રેગન, ચીકુ, દ્રાક્ષ, મોસંબી તથા શાકભાજીમાં ઘીસોડા, ગલકા, દુધી, ઝુમખડા (રેસાવાળા), રાડારૂડી (ભાજી), ખરખોડી (જીવંતીકા), પાલખ, મેથી, કોથમીર, તાંજરીયાની ભાજી, કારેલા, રીંગણી, મરચી, ટમેટી, જૈન લસણ, જૈન બટેટા જેને હવાઇ બટેકા કહેવાય છે. જે વેલા પ ર થાય, હળદર સહીતના શાકભાજી ઉગાડી શકાય છે.
આ તમામ આર્ગેનીક ફળો, શાકભાજી થતા પ0 થી 60 દિવસ લાગે છે. અમે લોકોને આખુ કિચન ગાર્ડન બનાવી આપીએ છીએ. માવજત કેમ કરવું તેની વિગત આપીએ સમયાંતરે જરુર કમપોસ્ટ ખાતર, તથા જો જીવાત થાય તો ઓર્ગેનિક જંતુનાશક લીકવીડનો છંટકાવ કરીએ છીએ. અમે કિચન ગાર્ડન સાથે શહેરભરમાં 1ર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યુ છે. કિચન ગાર્ડન અને વૃક્ષારોપણ, છોડ વિતરણ માટે કઇ ચાર્જ કરતા નથી. પરંતુ ખાતર સહીતની જરુરીયાતની વસ્તુ લાભાર્થી પાસે મંગાવવામાં આવે છે જેનાથી લાભાર્થીને જરુરીયાત થી વાકેફ રહે.
આ કિચન ગાડનીંગનો વિચાર મને એક સીકલસીલની બિમારી હતી. ત્યાં મારી સ્થિતિ ખુબ જ ખરાબ હતી. જીંદગી અને મોત વચ્ચે ઝઝુમતો હતો પરંતુ તેમાંથી હેમખેમ બહાર નીકળો હતો. આ બિમારીમાં ઓકસીજન લેવલ ઘટી જવાથી સમસ્યા થાય તેથી મેં કિચન ગાર્ડનીંગ અને વૃક્ષારોપણ કરવાનું નકકી કયુ અને આજ દિન સુધી કરતો આવું છું. અને આગામી સમયમાં પણ કરીશ.
-:: આ રીતે બનાવો કિચન ગાર્ડન ::-
- * ઘરના આંગણામાં અથવા વરંડામાં જયાં ખુલ્લી જમીન છે. ત્યાં કિચન ગાર્ડન બનાવવું કિચન ગાર્ડન માટે ઓગેનિક માટી યોગ્ય રહે છે.
- * બજારમાં અનેક પ્રકારના ખાતર મળે છે જેમ કે કાર્બનિક, કેમીકલવાળા તથા ઓર્ગેનિક ખાતર ઉપલબ્ધ હોય છે. પરંતુ કિચત ગાર્ડન માટે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવો જોઇએ.
- * જો તમે શાકભાીજ ઉગાડવા માંગતા હોય તો તેના બીજ વાવી દેવા, જેમ કે મુળ, સલહજ કાકડી, કારેલા, ભીંડા, દૂધી, પાલક, કોથમીર, મીઠો લીમડો મેથી વગેરે શાકભાજીના બીજ માટીમાં સીધા જ વાવી શકાય છે. જયારે ફુદીનો, મરચાં, ટમેટા વગેરેના છોડને રોપવામાં આવે છે.
- * સમયાંતરે પાણી અને ખાતરનું ઘ્યાન રાખવું જોઇએ તથા છોડની આસપાસ સમયાંતરે નિંદામાણ કરતું રહેવું જોઇએ.
કિચન ગાર્ડનના લાભ
- * ઘર આંગણે જ કુટુંબની જરૂરીયાત મુજબના શાકભાજી, ફળ અને ફુલ ઉગાડી શકાય
- * તાજા મનપસંદ પ્રદુષણ મુકત શાકભાજી, ફળ, ફુલ ઘર આંગણે જ નિયમીત મળે છે
- * બજારમાંથી મોંધા ભાવનું શાકભાજી, ફળ ખરીદવા જવું નથી પરંતુ અને સમય અને શકિતનો બચાવ થાય છેે
- * ઘર આંગણે કામ કરતી મહિલાઓ, બાળકો અને વડીલોને શારીરીક શ્રમ સાથે જ્ઞાન મેળવવાની ઉત્તમ તક મળે છે. અને ઘરનાં સદસ્યોની તંદુરસ્તી પણ સારી રહે છે.
- * ઘર વપરાશના વ્યર્થ પાણીનો સદઉપયોગ કરી શકાય છે
- * ઘરની શોભામાં અભિવૃઘ્ધી થાય છે
- * જાતે શ્રમ કરી ઉગાડેલા શાકભાજી – ફળનો સ્વાગ પણ અનેરો હોય છે. જે અનુભવથી સમજાય
ઋતુ પ્રમાણે શાકભાજી ફળોના વાવેતરનું આયોજન
- * શિયાળા દરમિયાન ટમેટા, રિંગણ, ગાજર, મુળા, કોબીજ, ફલાવર, ડુંગળી, તુવેર, લસણ, કોથમીર, પાલક તથા મેથીની ભાજીનું ઉત્પાદન લઇ શકાય તે રીતે આયોજન કરવું જોઇએ.
- * ઉનાળામાં દુધી, તુરિયા, ગુવારસિંગ, રિંગણ, ચોળી, કારેલા વગેરે લઇ શકાય છે.
- * ચોમાસાની ઋતુમાં રિગણ, મરચી, પરવળ, કાકડી, ગીલોડા, ગલકા, દૂધી, તુરીયા જેવા પાક મેળવવા આયોજન કરવું જોઇએ
- આમ કિચન ગાર્ડનના માઘ્યમથી ઋતુ પ્રમાણે મનપસંદ શાકભાજી થોડી મહેનતથી વિનામૂલ્યે પ્રાપ્ત કરી શકાય છે.