વિછીંયા જતી બસમાં સર્જાયેલી ખામીના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાય દુર્ધટના: મોટી જાનહાની ટળી
શહેરના આજી ડેમ ચોકડી પાસેથી પેસેન્જરો ભરી વિછીંયા જતી બસ માંડાડુંગર પાસે પલ્ટી મારી જઇ ડીવાઇડર પર ચડી જતા અકસ્માત સજાર્ય હતો. મીનીબસમાં ગંભીર રીતે ઘવાયેલા બાર જેટલા મુસાફરોને સ્થાનીક લોકો તથા આજી ડેમ પોલીસે સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ આજી ડેમ ચોકડી પાસેથી પેસેન્જર ભરી વિછીંયા જતી બસની માંડાડુંગર પાસે બ્રેક ફેઇલ થતા અને હાઇવે પર પલ્ટી મારી જઇ ડીવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. ઘવાયેલા પેસેન્જરોની ચીસો સાંભળી અન્ય સ્થાનીક લોકો બચાવ અર્થે દોડી ગયા અને પોલીસને જાણ કરી હતી. આજી ડેમ પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.જે. ચાવડા, પી.એસ.આઇ. આર.બી. વાઘેલા સહીત ડી સ્ટાફની ટીમ ધટના સ્થળે દોડી ગઇ હતી. અકસ્માતથમાં ઘવાયેલા નાનુબેન દિનેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) (રહે. જેતપુર ભાદર નદીના કાંઠે), દિનેશ વલ્લભભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) (રહે. સદર બજાર), મંડલીબેન જેઠાભાઇ (ઉ.વ.પ૦) (રહે. જલારામનગર), ગીતાબેન જયંતિલાલ દઢાણીયા (ઉ.વ.૩પ) (રહે. મનસાનગર), મુકતાબેન રમેશભાઇ સરવૈયા (ઉ.વ.૪૦), મયુર રમેશભાઇ સરવૈયા (ઉ.વ.૧૪) (રહે. લોઠડા ગામ) નેહાબેન રમેશભાઇ સરવૈયા (ઉ.વ.૧૬) (રહે. લોકઠડા ગામ) નીતાબેન નરશીભાઇ ખંભાયતા (ઉ.વ.૪૯) (રહે. ગુરૂપ્રસાદ ચોક) ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ઘવાયેલા દસ જેટલા લોકોને હાથે પગે તથા માથાના ભાગે નાની મોટી ઇજા થતા તબીબોએ તાકીદે સારવાર આપી હતી. જયારે અકસ્માત સ્થળ પર આજી ડેમ પોલીસે સર્જાયેલા ટ્રાફીક જામને દુર કર્યો હતો. આજી ડેમ પોલીસની પ્રાથમીક તપાસમાં મીનીબસની બ્રેક ફેઇલ થઇ જતા ડ્રાઇવરે સ્ટીરીંગ પર ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયાનું ખુલ્યું હતું.