વીજચોરીની વ્યાપક ફરિયાદ બાદ તંત્ર હરકતમાં
ચોટીલામાં વીજ ચોરીની વ્યાપક ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સીલીકા સેન્ડ ભરેલા ડમ્પરો પર દરોડા પાડી ટીમે ગેરકાયદે ખનન થતા ખનીજ ભરેલા છ ડમ્પરો ઝડપી 36,780 મે.ટન સીલીકા સેન્ડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, થાન પંથકમાં વિજચોરીની વ્યાપક ફરિયાદો ઉઠતા ભુસ્તરશાસ્ત્રી બારોટની સુચનાથી ચોટીલા-થાન રોડ ઉપર આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.
છ ડમ્પરો ઝડપાઈ ગયા હતા. તંત્ર વાહકોએ ઝડપેલા ડમ્પરો પૈકી ડમ્પર નંબર જી.જે.-36-ટી-8083માં 45.250 મે.ટન, જી.જે.-13-એએક્સ-0001માં 56.520 ટન, તથા જી.જે.-13-એડબલ્યુ-9121માં 36.780 મે.ટન સિલિકા સેન્ડ ભરેલ હોવાનું જાણવા મળે છે.
જ્યારે ડમ્પર નં.જી.જે.-3-એટી-3369માં 35.09 મે.ટન સિલિકા સેન્ડ હોવાનું જાણવા મળે છે અન્ય બે ડમ્પરો નંબર જી.જે.-13-એક્સ-5182 અને જી.જે.-03-બીવાય-8287માં ભરેલ ખનીજનું વજન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પણ ખનીજ વિભાગે તમામ ડમ્પરો મુદ્દામાલ કબ્જે કરીને ચોટીલા પોલીસ સ્ટેશનમાં મુકાવેલ હોવાનું જાણવા મળ્યું હતુ.