અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના દરિયા કાંઠે પીપાવાવ પોર્ટની ખાતે આવેલ એજીસ ગેસ કંપનીમાં સૌવથી મોટી કાર્યવાહી હાથ ધરાય હતી. અમરેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પોહચી રાજુલા તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ કંપનીમાં પોહચી તપાસ કરતા માટીનું સૌવથી મોટું કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શકયતા છે અહી માટી ગેરકાયદેસર રીતે ઉપાડી મંજૂરી વગર હેરાફેરી કરતા હતા રામપરા ગામના સરપંચ દ્વારા આક્ષેપ કર્યો છે માટીનો જથ્થો ગૌચરણ જમીનમાં એકત્ર કર્યો છે મંજૂરી વગર માટી ઉઠાવવા નું કૌભાંડ હોવાની રજૂઆતો કરી હતી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી કામ અટકાવી દીધું અને વાહનો સિઝ કર્યા જેમાં માટી ઉઠાવતા હિટાચી મશીનો ક્રેઇન જેવા મશીનો સહિત વિવિધ સામગ્રી સિઝ કરી મોટી કાર્યવાહી પ્રથમ વખત થતા પીપાવાવ આસપાસ આવેલ ઉધોગ જોનમાં ફફડાટ ફેલાયો છે સમગ્ર મામલે અમરેલી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર ભાવેશ સાધુ,તાલુકા વિકાસ અધિકારી રામપરા ગામના સરપંચ સહિત લોકો દોડી આવ્યા હતા
તંત્ર દ્વારા કામ અટકાવી હીટાચી મશીન, ક્રેઇન વગેરે સહિત વિવિધ સામગ્રી જપ્ત કરાય
રોયલ્ટી ઇન્સ્પેકટર ભાવેશ સાધુનો સંપર્ક કરતા કહ્યું સરપંચની રજૂઆતો હતી હાલમાં અહીં મશીનરી સિઝ કરી છે સરપંચ નું કહેવું છે ગૌચરણ જમીન છે તપાસ કરી રહ્યા છીએ માટીનો જથો કેટલો છે તેની માપણી પણ કરી લેવાય છે કંપનીને ખુલાસો કરવા માટે નોટિસ આપીશુ નોટિસ બાદ દંડની કાર્યવાહી થશે.આ કંપની દ્વારા બનાવવામાં આવેલ રોડ પણ ઈિુ 1 માં કોઈ પણ જાતની મંજુરી વગર બનાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. તેમજ ગૌચર જમીન માં દબાણ કરી ક્ધસ્ટ્રક્શન કામ શરૂ હોઈ તે બંધ કરવા પણ નોટીસો અપાયેલ હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથીછેલ્લા એકાદ મહિનાથી આ માટી મંજૂરી વગર ઉઠાવતા હતા અને રામપરા-2 ગામના સરપંચ સનાભાઈ ભાઈ વાઘ દ્વારા રજૂઆતો કરવામાં આવતા કાર્યવહી હાથ ધરી છે જ્યારે હાલમાં આ માટીનું મોટું કોભાંડનો પર્દાફાશ થાય તેવો ગણગણાટ ચાલી રહ્યો છે.
આવા તો કેટલાય કૌભાંડો કંપનીઓ કરે છે.જેમાં જમીનો નું ખૂબ મોટું કૌભાંડ પણ હોવાની વાત સામે આવેલ છે.જોકે એજીસ ગેસ કમ્પની માં પણ રામપરા – 2 ગામના ગૌચર નું દબાણ છે.છતાં કોઈ કાર્યવાહી આજદિન સુધી થયેલ નથી.તેમજ આ કંપની ની જમીન માં પણ શરત ભંગ થયેલ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.