ટે્રનમાં મુસાફરી કરતા મુસાફરે વિડીયો વાયરલ કરી ખનીજ ચોરી અટકાવવા માંગણી કરી
અબતક
શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં અખૂટ રીતે ખનીજ ભંડારો મળી આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પેટાળમાંથી કોલસો રેતી પથ્થરો અને અન્ય કુદરતી ભંડારો મળી આવી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જીલ્લાના મુળી સાયલા ચોટીલા પંથકમાં વધુ પ્રમાણમાં કુદરતી ખનીજ ના ભંડારો પેટાળમાંથી મળી આવતા હોય છે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા પૃથ્વીના પેટાળમાંથી ખનીજ કાઢવા માટેની લીઝ આપવામાં આવતી હોય છે.
પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી થાન ચોટીલા સાયલા પંથકમાં બેફામ રીતે ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી થઇ રહી છે તેવા સંજોગોમાં ખનીજ માફીયાઓ દ્વારા અવનવા કીમીયા અપનાવી અને પૃથ્વીના પેટાળમાંથી બેફામ રીતે ખનીજની ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે ગૌચર જમીન સરકારી ખરાબાઓ તથા માલીકીની જગ્યાઓમાં પણ બેફામ રીતે ખોદકામ કરી અને ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની રાવ ફરીયાદ ઉઠવા પામી છે.ત્યારે આ મામલે તંત્રને અનેક વખત સ્થાનિક રજુઆત કરી છે તે છતાં પણ આવા ખનીજ માફીયાઓ ઉપર કોઇપણ જાતની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં ન આવતી હોવાની ફરીયાદો પણ ઉઠવા પામી છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જીલ્લાના મુળી થાન અને સાયલા પંથકમાં વધુ પડતી ખનીજ ચોરી થઇ રહી છે અને બેફામ રીતે ખનીજની ચોરી કરવામાં આવી રહી છે. તંત્રની આખ સામે ખનીજની ચોરી થઇ રહી છે છતાં કોઇ કાર્યવાહી થઇ રહી ન હોવાના કારણે તંત્ર ઉપર પણ અનેક પ્રકારના સવાલો પેદા થઇ રહ્યા છે.તેવા સંજોગોમાં સોશિયલ મીડિયા ઉપર ટ્રેનમાં મુસાફરી કરતા એક મુસાફરે સોશિયલ મીડીયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે થાનથી મુળી તરફ જતા રેલવેના પાટા નીચે ખનીજ માફીયાઓ દ્વારા બેફામ રીતે ખનીજનું ખોદાકામ કરવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે ખનીજનું ખોદકામ કરી અને રેલવેના પાટા નીચેથી ખનીજ કાઢવામાં આવી રહી છે ત્યારે શું આ બાબતે એ ખાણ ખનીજ વિભાગ અજાણ છે તો જાપતો હોય તો કાર્યવાહી કેમ નથી થઇ રહી તે પણ બાબત એક સવાલ ઉભો કરી રહી છે.સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ માફીયાઓ દ્વારા બેફામ રીતે ખનીજની ચોરી કરવામાં આવી રહી છે તયારે તંત્રની રહેમ દ્રષ્ટિ નીચે કરોડો રૂપિયાની સરકારી તિજોરી ઉપર ખનીજ માફીયાઓ નુકશાન પહોચાડી અને પૃથ્વીના પેટાળમાંથી ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરી રહ્યા છે જેને લઇને અનેક પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે સ્થાનિક મુસાફરો દ્વારા થાન મુળી રોડ ઉપર આવેલા રેલવેના પાટા નીચે બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાની ફરીયાદ ઉઠવા પામી છે અને ટ્રેનના મુસાફરોને આ વીડીયો સોશિયલ મીડીયા ઉપર વાઇરલ કર્યો છે અને આવી ખનીજ ચોરી રોકવાની માંગણી કરીછે.