ત્રણ શખ્સોની ધરપકડ: ખનીજ માફીયા સામે પોલીસના આંખ મીચામણા
જામકલ્યાણપુરના મેવાસા ગામે ૬.૭૦ લાખની ખનીજચોરી ઝડપાઇ,હવા માં હવાતિયાં મારતું તંત્ર, મગરમચ્છો થી તંત્ર દૂર કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામેથી રૂા.૬.૭૦ લાખની ખનીજ ચોરી પકડી પાડી છે. આ ઉપરાંત બોકસાઇટના ગેરકાયદે ઉત્ખનન અને પરિવહન માટે ઉપયોગમાં લેવાતા રૂા.૨૫ લાખની કિંમતના વાહનો અને સાધનો પણ કબ્જે કર્યા છે. જ્યારે ત્રણ શખ્સોની ખનીજચોરી મામલે ધરપકડ કરવામાં આવી છે.
દ્વારકા એલસીબીના પીઆઇ જે.એમ.ચાવડા તથા તેમના સ્ટાફ દ્વારા કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે ગઈ કાલે સરકારી ખરાબામાં ધમધમતા બોકસાઇટના ગેરકાયદે ઉત્ખનન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા સમયે અહીં જેસીબી મારફત ઉત્ખનન કરી રહેલા હેમતભાઇ ગાધેર તથા હદુભાઇ દેવાયતભાઇ લગારિયાના ટ્રક ડ્રાઇવર બુધાભાઇ પરબતભાઇ શાખરા તથા મંગાભાઇ ભીખાભાઇ લૂણા નામના શખ્સોની ૨૮.૫ ટન બોકસાઇટ ભરેલા ટ્રક સાથે ઝડપી લીધા હતાં. પકડાયેલા શખ્સો દરોડા સમયે નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેમને દબોચી લીધા હતાં. મેવાસાના સરકારી ખરાબામાં રાત્રિ દરમ્યાન ચોરી છૂપીથી બોકસાઇટ ખનનની પ્રવૃતિ કરવામાં આવી રહી હતી.