પોલીસને આવતા જોઈ આરોપીઓ નાસી છુટયા
ત્રણ મહિના મા ખનીજ ચોરોને ભો ભેગા કરનાર શાત અભિષેક ગુપ્તા ગયા બાદ ફરી ખનીજ ચોરી પુરજોશમાં અને દાદાગીરી સાથે ચાલુ થઈ છે અને કાયદાનો કોઈ ડર ન હોય તેમ ટંકારા હાઈવે ઉપર ખનીજની ગાડી રોકતા રોયલ્ટી ઈન્સપેકટરને ધમકી આપી તંત્રને પડકાર ફેંક્યો છે ત્યારે ફરી એક વાર કાયદાની કલમ હેઠળ આ ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ કરવા માંગ ઉઠી છે. અને ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ફરજ રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લજાઈ ચોકડી નજીક ખાણ ખનીજ વિભાગે એક ગેરકાયદે ખનીજ ભરેલા ડમ્પરને પકડ્યું હતું. તે વખતે ચાર શખ્સોએ કારમાં આવીને આ બાબતે રોયલ્ટી ઈન્સપેકટરને ધાક ધમકી આપી હતી. જો કે, આ સમયે પોલીસ આવી જતા ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે રોયલ્ટી ઈન્સપેકટરે ચાર શખ્સો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીની કલેકટર કચેરીમાં આવેલ ખાણખનીજ વિભાગમાં રોયલ્ટી ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા ભરતભાઇ ભુલાભાઇ પટેલ (ઉ.વ.૩૧) એ આરોપીઓ પ્રવિણભાઈ ગોવિંદભાઈ રાજપુત (ઉ.વ.૨૬ ધંધો ડ્રાઈવીંગ રહે ભગવતીપરા શેરી નં-૪ મીલવાળી શેરી રાજકોટ), વિક્રમભાઈ બોરીચા (રહે રાજકોટ) ભરતભાઈ રઘુભાઈ ગમારા તથા તેની સાથેનો અજાણ્યો શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૪ ના રોજ લજાઈ ચોકડી નજીક હોટલ પાસે ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પર ટ્રક નં જીજે-૧૩-એડબ્લ્યુ-૯૧૦૯ ને ખાણ ખનીજ વિભાગે પકડ્યું હતું અને ફરિયાદી તેને મેમો આપવાની કાર્યવાહી કરી રહ્યા હતા.તે દરમિયાન આરોપીઓ સ્કોડા ગાડી નં જીજે-૦૩-એફકે-૯૦૫૫ વાળીમા આવીને ફરીયાદી તથા સાહેદો સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જો કે ઘટના સમયે પોલીસને આવતી જોઈ આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ ગંભીર બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સવાલ એ છે કે ટંકારા પોલીસ મથકે અજમાયશી આઈ પી એસ અભિષેક ગુપ્તા એ ખનીજ ચોરોને રીતસર તૂટી પડ્યા હતા અને ભો ભીતર કરી દીધા હતા મુછે લિંબુ લટકતાની ગાડી પુરી દઇ અધધધ ખનીજચોરી પકડી હતી જેની નોકરી ટ્રેનિંગ પુરી થતાં જ કાયદો વ્યવસ્થા ગુમ થઈ ગઈ હોય તેમ ખનિજમાફીયા લુખ્ખાગિરી ઉપર ઉતરી આવ્યા હોય તેમ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે.