પી.એમ રૂમ પાસેનો અલાયદો ગેટ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોને અડધો કિલોમીટર ફરીને જવું પડે છે ; ઓવરબ્રિજના નિર્માણના પગલે જામનગર રોડ પરનો ગેટ બંધ થવાથી ટ્રાફિક સમસ્યા વકરી

વાહન પાર્કિગ બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે લોકોના ઝઘડા વધ્યા; વાહન ચાલક સહેજ પણ ગફલત રાખે તો જીવથી હાથ ધોવા પડે

રાજકોટના હાર્દ સમાન અને શહેરની વચ્ચોવચ્ચ જ જ્યા ચોવીસેય કલાક ટ્રાફિક ધમધમતો રહે છે. એવા સિવિલ હોસ્પિટલ ચોકમાં ટ્રાયેંગ્યૂલર ફ્લાય ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યુ છે.હાલ રોડની બન્ને બાજુ મસમોટા ખાડા ખોદી નાખવામાં આવતા ટ્રાફિક  સમસ્યા સર્જાય રહી છે,તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુખ્ય બે ગેટમાંથી જામનગર રોડ પરનો ગેટ બંધ કરી દેવામાં આવતા સિવિલ કેમ્પસમાં પણ ટ્રાફિક સમસ્યા જોવા મળે છે.જ્યારે ગતરાત્રે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કલેકટર કચેરી તરફથી સિવિલમાં પી.એમ રૂમ તરફ જતા માર્ગે પણ  ભંગાર વાહનો ગોઠવી દઈ રસ્તો બંધ કરી દેતા વાહનો ચાલકોમાં રોશની લાગણી જોવા મળી હતી.

DSC 2322 scaled

છેલ્લા ઘણા સમયથી મેડિકલ કોલેજન વિદ્યાર્થી, કેન્ટીનના લોકો, સરકારી કર્મચારી, ડોક્ટરો, સફાઈ કામદારોની ચહલ પહલ વધી ગઈ હતી. હાલ કોઈ અજાણ્યા લોકોએ ગેટ પાસે ભંગારના વાહનો મૂકી દઈ રસ્તો બંધ કરી દેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે સિવિલના મુખ્ય ગેટમાંથી પસાર થતા વાહનચાલકોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. અગાઉ વાહન ચાલકોનો કિંમતી સમય નો બચાવ થતો હતો. પરંતુ એકાએક ગેટ બંધ કરી દેવામાં આ ગેટ પુન ખોલી નાખવા મેડિકલ કોલેજના વિદ્યાર્થી વર્ગની માંગ ઉઠવા પામી છે. કારણે કે મુખ્ય ગેટમાંથી પ્રથમ તો ટ્રાફિક સમસ્યા બાદ અડધા કિલોમીટરનું અંતર કાપી ફરીને જવું પડતું હોય છે. હવે સિવિલના મુખ્ય ગેટમાંથી જ ટ્રાફિકની અવર જવર હોવાથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે.હાલ ઘણી વખત ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સના દ્રાઈવરને પણ આડેધડ પાર્ક કરેલા વાહનો મુસીબતરૂપ બનતા હોય છે.

જો કે શરૂઆતથી જ ધકેલ પંચા દોઢસોની જેમ કામ શરૂ થયુ હોય સંઘ ક્યારે દ્વારકા પહોંચશે(કામ ક્યારે પુરુ થશે) એ તો ભગવાન જ જાણે. પરંતુ હાલની સ્થિતિએ બ્રિજ માટે થયેલા ખોદકામ અને અન્ય આનુસંગિક બાબતે જે લાપરવાહી વર્તવામા આવે છે તેને લઇને મુસિબતોનો પહાડ સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ઉભો થયો છે.વાહનચાલક સ્હેજ એવી ગફલત રાખે અથવા તો બેધ્યાન થઇ જાય તો જીવથી હાથ ધોવો પડે એ નક્કી!

IMG 20210226 124053 scaled

સિવિલમાં એઇમ્સના વિદ્યાર્થી-અધ્યાપકો માટે વાહન પાર્કિગ માટેની સુવિધા જ નથી!

પીડિયું મેડિકલ કોલેજના બિલ્ડિંગમાં એઇમ્સના  ૫૦ વિદ્યાર્થી સાથે શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવ્યું છે.નવું બિલ્ડીંગ  સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ ૧૨૫ બેઠકો ભરવામાં આવશે.હાલ આ ૫૦ વિદ્યાર્થીને હોસ્ટેલમાં રહેવા જમવાની સુવિધા આપવામાં આવી છે. હાલ દરરોજ ૧૭ જેટલા અધ્યાપકો હેઠળ આ ૫૦ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ અધ્યાપકો અને છાત્રોના વાહન પાર્કિગ માટે કોઈ ચોક્કસ જગ્યાએ સુવિધા ન હોવાથી ભારે કચવાટ જાગ્યો છે. સિવિલમાં આવતા દર્દીના સગાઓના આડેધડ પાર્કિગના કારણે પોતાના વાહન સાચા સ્થાને મૂકી શકતા નથી, કા તો વાહન હટાવવા બાબતે સિક્યુરિટી ટીમ સાથે અવાર નવાર ઝગડા થતા હોવાનું હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સિમી મહેરા, ડેપ્યુટી ડાયરેકટર શરમદીપ સિન્હાને  ધ્યાને આવતા તાકીદે સિવિલ અધિક્ષક આર.એસ.ત્રિવેદીને રજુઆત કરી છે.

કેમ્પસમાં દર્દીઓના પરિવારજનો દ્વારા આડેધડ વાહનો પાર્કિગ કરતા ટ્રાફિક સમસ્યા

IMG 20210226 125743 scaled

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે, આ દર્દીઓ તેમના પરિવારજનો માટે વાહન પાર્કિગની સુવિધા ન હોવાથી આડેધડ પાર્કિગ કરતા હોય છે, ઘણી વખત ડોક્ટરો અને સિવિલ હોસ્પિટલના સ્ટાફને પણ મુશ્કેલી સર્જાતી હોય છે.મોટા ભાગે દર્દીના ગંભીર રોગોના કિસ્સામાં કે દર્દીના મોતના કિસ્સામાં સવાર થી સાંજ સુધી અનેક સ્વજનો આવતા હોવાથી વાહનોના થપે થપે લાગતા હોય છે.ઘણી વખત તો એમ્બ્યુલન્સ જેવા વાહનોને નિકળવવામાં મુશ્કેલી સર્જાતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.