• અગ્નિકાંડ બાદ કોર્પોરેશન જાગ્યું !
  • શોરૂમ, જીમ, સ્કુલ હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ, કોમ્પલેક્ષ, સ્પા સહિતની મિલકતો સામે કાર્યવાહી: વોર્ડ વાઈઝ ટીમો દ્વારા સઘન તપાસ

શહેરમાં શેરી-શેરીએ ગલ્લીએ-ગલ્લીએ ફાયર એનઓસી વિના ધમધમતી બિલ્ડીંગો આવેલી છે. અગ્નિકાંડને નોતરૂં આપતી 74 મિલકતો બે દિવસમાં સીલ કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસથી તમામ 18 વોર્ડમાં સઘન ચેકીંગ ઝુંબેશ ચાલી રહી છે. આજે 85 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 સંકુલો પાસે ફાયર એનઓસી ન હોય તેને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે 29 મિલકતોને નોટિસ આપવામાં આવી છે. આજે વોર્ડ નં. 1માં શ્રી રામ પ્લાયવુડ, ભારતી મહાવિદ્યાલય (શીતલ પાર્ક પાસે), પટેલ ઇન્ટીરિયર, વોર્ડ નં.2માં હોટલ નોવા, વોર્ડ નં. 4માં સેવા નર્સિંગ હોમ, વોર્ડ નં.5માં સમસ્ત લેવા પટેલ સમાજ, પી.બી.પટેલ સ્કૂલ, વોર્ડ નં. 6માં શ્રી મુરલીધર વિદ્યાલય, શ્રી શિવ શક્તિ સ્કૂલ ફાયર, વોર્ડ નં. 7માં પી.એન્ડ બી. સ્કૂલ, વોર્ડ નં.8માં ન્યુ એરા સ્કૂલ ફાયર, વોર્ડ નં.9માં નોબલ પ્રિ-સ્કૂલનો છેલ્લો માળ, વોર્ડ નં.10માં જલક એન્ટરપ્રાઇઝ, ગુરુકૃપા ગ્રેનાઈટ એન્ડ સિરામિક, ઓન ટ્રેન્ડ, હઝારડોઝ ગોડાઉન સીલ કરાયું હતું. જી.ટી.શેઠ સ્કૂલને નોટિસ આપવામાં આવી હતી. વોર્ડ નં.11માં ક્રિષ્ના સ્કૂલ, એસ.કે.પી.સ્કૂલના બેઝમેન્ટને, જયકિશન સ્કૂલ, વોર્ડ નં.12માં જલજીત વેલનેસ ધ જીમ વર્લ્ડ ક્લબ, ધ કો-ઓપરેટીવ બેંક, પૂજા ઢોસા, શિવમ વુડ આર્ટ ફાયર, વોર્ડ નં.13માં શ્રી અમૃત વિદ્યા મંદિર, કોટક મહિન્દ્ર બેંક, વોર્ડ નં.15માં આવેલ સાગર હોલ, બુનિયાદ સ્કૂલ, વોર્ડ નં.16માં શારદા પ્રાથમિક સ્કૂલ બિલ્ડિંગ, કોટક મહિન્દ્ર બેંક, બજાજ ફાઇનાન્સ, સ્માઈલ ડેન્ટલ હોસ્પિટલ, વોર્ડ નં.17માં અંજલી સ્કૂલ, ડ્રીમ ઇન્ડિયા સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.18માં વિવેકાનંદ વિદ્યાલય, લીટલ કિડ્સ પ્રિ-સ્કૂલ, બ્રાહ્મણ હોલ યુનિટ-1 થી 6 ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

ગઇકાલે મ્યુનિ. કમિશનર  દેવાંગ દેસાઈ પોતે વોર્ડ નં. 8માં કાલાવડ રોડ પર સેન્ટ હોલી સ્કૂલ અને વોર્ડ નં. 7મા એસ્ટ્રોન નાલા પાસે આવેલ ટોળિયા હોસ્પિટલ ખાતે ફાયર ટીમ સાથે વિઝિટ કરી હતી.   વિવિધ વોર્ડની ટીમોએ કુલ 202 એકમોની ચકાસણી કરી હતી જેમાં ફાયર એન.ઓ.સી. નહીં ધરાવતા કુલ 43 સંકુલો સીલ કરવામાં આવ્યા છે, જયારે 107 એકમોને નોટિસ આપવામાં આવી છે.

વોર્ડ નં. 1માં મારૂતિ સુઝુકીનો પરફેક્ટ ઓટો શો રૂમ, રામાપીર ચોકડી પાસે દિશા એજ્યુકેશન, ઇલેવન જીમ,  ફીટ એન્ડ ફાઈન માર્શલ આર્ટ અને ફ્રેન્ડ્સ  કાફેને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવ્યા છે. વોર્ડ નં.2માં હોટલ એવન્યુને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવ્યા હતા.

વોર્ડ નં. 3માં રેલનગર રોડ પર  શ્રી આશીર્વાદ સ્કૂલ,   પ્રગતિ સ્કૂલ અને  શ્રીનાથજી સ્કૂલ ફાયર વોર્ડ નં. 4માં કુવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપ,  આન પેટ્રોલ પંપ,  જીઓ પેટ્રોલ પમ્પ, અને  હોટલ નોવા  વોર્ડ નં. 5માં પેડલ રોડ પર  ધ ફાર્મ હોટલ,  પ્રમુખ દર્શન કોમ્પ્લેક્ષ, પ્રમુખ દર્શન કોમ્પ્લેક્ષમાં એક્સીસ બેંક, અને   કોટક મહિન્દ્ર બેંકને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ આવ્યા હતા.

જયારે વોર્ડ નં. 6માં પેડક રોડ પર  અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ  વોર્ડ નં. 8માં  હોલી કિડ્સ સ્કૂલનો ચોથો માળ,  પોદર પ્રિ-સ્કૂલ,  વોર્ડ નં.9માં  રોઝરી સ્કૂલનો ચોથો માળ, શાસ્વત રોયલ પ્લસ હોસ્પિટલના છેલ્લા માળને વોર્ડ નં. 10માં કે-7 એકેડેમી,  શક્તિ સ્કૂલને  ન્યુ પરિમલ સ્કૂલ અને  સ્વસ્તિક સ્કૂલને વોર્ડ નં.11 નાણા મવા રોડ પર એન.ડી. ફિટનેસ જિમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવ્યું છે. વોર્ડ નં.12માં પીએન્ડબી  કિડ્સ ઝોન,  રેલેક્ષ્સ સ્પા,  પી. એન્ડ બી. સ્કૂલનો ચોથો માળ  વોર્ડ નં.15માં આવેલ (1) સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે. વોર્ડ નં.16માં કોઠારીયા રોડ પર  નીલકંઠ શોપિંગ સેન્ટર અને વોર્ડ નં.18માં  પાલવ સ્કૂલ,  જ્ઞાનગંગા સ્કૂલ,  સિધ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ, અને ધર્મજીવન રેસ્ટોરન્ટને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવી છે.  હાથ ધરવામાં આવેલી આ ઝૂંબેશ દરમ્યાન વોર્ડ કમિટીના સભ્યો દ્વારા વિવિધ બાબતોની ચકાસણી કરવામાં આવે છે, જેમાં ફાયર ડીટેકશન સીસ્ટમ અને એલર્મ સીસ્ટમ છે કે નહી ? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહી ? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહી ? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહી ? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહી ? તેની છેલ્લી તારીખ ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહી ? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહી ? એસેમ્બલી પોઇન્ટ છે કે નહી ? જેવી બાબતોનો સમાવેશ થાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.