અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર-નગરપાલીકા દ્વારા વર્ષ2020-2021માં શહેરની સાફ સફાઈ પાછળ રૂા.છ કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવેલ છે, તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહી હોવાથી સાફ સફાઈ પાછળ ખર્ચાતા કરોડો રૂા. પાણીમાં જતા હોવાનું શહેરીજનો અનુભવી રહ્યા છે. નગરપાલીકા વિસ્તારમાં પ્લાસ્ટીક સહિતનો કચરો નિયમીત ઉપડી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર-વઢવાણ શહેરોમાં નિયમીત સાફ સફાઈ કરાવવા માટે નગરપાલીકા પાસે કાયમી અને કોન્ટ્રાકટ બેજના સફાઈકર્મીઓની ફોજ છે. નગરપાલીકાના અને ભાડાના ટ્રેકટરો છે ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી રીક્ષાઓ છે. તેમ છતાં સાફસફાઈના કાર્યમાં ડીંડવાણા કેમ રહે છે? તે વિચાર માંગી લેતો સવાલ છે. શહેરમાં ઠેરઠેર જોવા મળતા કચરાના ઢગલા અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. રોગચાળો ફેલાવવાની દહેશત શહેરીજનો દ્વારા વ્યકત થઈ રહી છે. નગરપાલીકા દ્વારા વહેલીતકે કચરા ગંદકી ઉપડાવીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી શહેરીજનોની લાગણી અને માંગણી છે.
નગરપાલિકાના ચોપડે 115 કાયમી સફાઈ કર્મીઓ છતા સફાઈ
માટે તંત્રની નિષ્ક્રિયતા: રોગચાળો ફેલાવાની દહેશત
સુરેન્દ્રનગર નગરપાલીકામાં કોન્ટ્રાકટ બેઝના કર્મચારીઓની ભરતી અને તેમને અપાતા વેતનમાં ભ્રષ્ટાચાર થતો હોવાની આશંકા વ્યકત થાય છે જાણવા મળતી વિગત મુજબ હાલ નગરપાલીકાના ચોપડે 115 કાયમી સફાઈ કર્મીઓ છે, અને 140 આઉટ સોર્સિંગ (કોન્ટ્રાકટ બેઈઝ) થી કામ કરતા સફાઈ કર્મીઓ છે તેમજ વઢવાણમાં 42 કાયમી સફાઈ કર્મ ચાલી રહેલા છે
તેમજ વઢવાણમાં 42 કાયમી સફાઈ કર્મીઓ, અને 150 કોન્ટ્રાકટ બેઈઝના કર્મચારીઓ છે જાણવા મળ્યા મુજબ કોન્ટ્રાકટ બેઈઝના સફાઈ કર્મચારીઓને ઓછુ વેતન ચુકવીને વધુ વેતનમાં સહિ લેવામાં આવે છે એટલુજ નહિ કાગળ પર કોન્ટ્રાકટ બેઝના જેટલા કર્મચારીઓ કામ કરતા દેખાડાય છે તેટલા ખરેખર હશે કેમ? તે બાબતે પણ સવાલો ઉઠે છે. કોન્ટ્રાકટ બેઝના જેટલા સફાઈ કર્મીઓ વાસ્તવમાં કામ ઉપર હોય છે, તેના કરતા વધારે સંખ્યા કાગળ ઉપર બતાવીને ભ્રષ્ટાચાર થતો હોવાનું મનાય છે આ બાબત તપાસનો વિષય હોવાનું લોકો માને છે શહેરના 13 વોર્ડમાં ખેરખર ચારસોથી વધુ સફાઈ કર્મીઓ કામ કરતા હોય તો કચરાના ઢગલા અને ગંદકી કેમ જોવા મળે છે? તેવો સવાલ પણ ઉઠે છે.