જિતેન્દ્ર અઢિયા, અનિલ રાણવસીયા, શશીકાન્ત કોટેચા, ડો. એમ.જી. વ્યાસ, મિતલ કોટેચા શાહ, ભરત મહેતા, સહિતના વેબિનારમાં જોડાયા
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજયુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રોજેકટ ‘લાઇફ’ રાજકોટના સંયુકત ઉપક્રમે પ્રાથમિક શાળાના આચાર્યો માટે ડીજીટલના માધ્યમથી માઇઝ પાવર ઓફ હેલ્થ વેલ્થ એન્ડ હેપીનેશ વેબીનારનું આયોજન કરાર્યુ હતું.
આ વેબીનાર માઇન્ડ ગુરુ ડોે. જિતેન્દ્ર અઢિયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ હતોે, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા આઇએસઆઇ પ્રોજેકટ લાઇન ના મેનેજીંગ ટ્રસ્ટી શશિકાન્ત કોટિચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ ડો. એમ.જી. વ્યાસ, પ્રોજેકટ ‘લાઇફ’ના જોઇન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી મિતલ કોટિચા શાહ, ભરત મહેતા, મુંબઇ અને રાજકોટ જીલ્લા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યઓ વેબીનારમાં જોડાયા હતા.
ડો. જિતેન્દ્ર અઢિયા દ્વારા શાળાના આચાર્યોને કોવિડ-૧૯ મહામારીમાં મનની સ્વસ્થતા જેમાં જાગૃત અને અર્ધ જાગૃત મનની શકિતનો સંચાર કરવાની માહિતી આપી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ‘વિઝન બોર્ડ’ બનાવવાની કરી હિમાયત જેનો લાભ આવતા સમયમાં રાજકોટ જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ મેળવશે અને પોતાનો તથા નવા ભારત દેશના વિકાસમાં સહભાગી બનીને વિકાસસીલ રાષ્ટ્રનું નવનિર્માણ કરશે.
મુંબઇનાં ભરત મહેતા, નર્મદા બાલ ઘર, મોરબીએ એકસ્પીરીયન્સલ લનીંગની માહિતી આપેલી હત જેમાં પ્રાથમિક શીક્ષપાધિકારીના નેજા હેઠળ આવતી તમામ શાળાઓને આ પ્રોજેકટનો લાભ લેવા આહવાન કરેલુ હતુ.
પ્રોજેકટ ‘લાઇફ’ દ્વારા આયોજીત માઇઝ પાવર ઓફ હેલ્થ વેલ્થ એન્ડ હેપીનેશ વેબીનાર કાર્યક્રમના આયોજનને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડો. એમ.જી.વ્યાસ તરફથી બીરદવવામાં આવ્યો હતો અને કાર્યક્રમની આભાર વિધી કરી હતી. કાર્યક્રમનું સફળ સંચલાન ઋષિકેશ પંડયા, ચીફ વિકાસ ઓફિસર, પ્રોજેકટ ‘લાઇફ’ રાજકોટ દ્વારા કરવામાં આવ્યુ હતુ.