મિનારક કમુરતા ઉતર્યા બાદ ગુરૂના ગ્રહનો અસ્ત થતો હોય ર8 એપ્રિલ સુધી લગ્નનું કોઇ મુહુર્ત નથી
આવતીકાલે બુધવારે સવારે મિનારક કમુરતાનો આરંભ થતાની સાથે જ એક મહિના માટે લગ્ન પર બ્રેક લાગી જશે. તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશીએ જણાવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, આવતીકાલે ફાગણ વદ આઠમને બુધવારે વહેલી સવારે 6.35 થી સૂર્ય મીન, રાશીમાં પ્રવેશ કરશે. અને મીનારક કમુહુર્તાનો પ્રારંભ થશે. આ સાથે એક મહિના સુધી લગ્નગાળાની સીઝનમાં બ્રેક લાગશે. જો કે મીનારક કમુહુર્તામાં લગ્ન સીવાયના દરેક શુભ કાર્યો થઇ શકે છે.
અને તેમાં કોઇપણ જાતનો કમુહુર્તાનો દોષ લાગતો નથી.14 એપ્રિલને શુક્રવારે મીનારક કમુહુર્તા પુર્ણ થશે અને લગ્નની સીઝન શરુ થશે. પરંતુ ગુરુ ગ્રહનો અસ્ત ર8 એપ્રિલ સુધી છે. આથી મે મહિનામાં બીજી મે થી લગ્નના મુહુર્તોની શરુઆત થશે.આમ લગ્નના મુહુતોને આશરે દોઢ મહિનાની બ્રેક લાગશે.
જો કે આ સમય દરમ્યાન રર એપ્રીલના દિવસે અખાત્રીજનુ વણજોયું મુહુર્ત છે અને વણજોયા મુહુર્તમાં રાશીબળ અને ગ્રહ અસ્તનો દોષ લાગતો નથી આથી આ દિવસે લગ્ન થઇ શકશે. ચૈત્ર મહિનાની શરુઆત તા.રર માર્ચ થી થશે. રામનવમી તા. 30 માર્ચને ર023 ગુરુવારે છે જયારે હનુમાન જયંતિ 6 એપ્રિલે ગુરુવારે છે.